Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • 45 વર્ષ બાદ યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું, કૂલ્લુમાં ફરી આભ ફાટ્યું, 1નું મોત, હિમાચલમાં એલર્ટ આગ્રામાં યમુના નદી રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગઈ ગઢમુક્તેશ્વરમાં પણ ગંગાનું જળસ્તર 13 વર્ષ પછી પીળા નિશાનથી ઉપર
  • WORLD

45 વર્ષ બાદ યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું, કૂલ્લુમાં ફરી આભ ફાટ્યું, 1નું મોત, હિમાચલમાં એલર્ટ આગ્રામાં યમુના નદી રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગઈ ગઢમુક્તેશ્વરમાં પણ ગંગાનું જળસ્તર 13 વર્ષ પછી પીળા નિશાનથી ઉપર

Real July 17, 2023
qz91ser1
Spread the love

ઉત્તર ભારતમાં એક તરફ અવિરત વરસાદ અને બીજી તરફ નદીઓના જળસ્તર વધવાને કારણે સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ પર્વતોમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આગ્રામાં યમુના નદી રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગઈ. 45 વર્ષ પછી યમુનાનું પાણી તાજમહેલની દીવાલને સ્પર્શ્યું હતું.

દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં ઘટાડો

દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર નીચે આવ્યું છે, પરંતુ તે હજુ પણ ખતરાના નિશાન (205.33 મીટર)થી ઉપર વહી રહ્યું છે. ગઢમુક્તેશ્વરમાં પણ ગંગાનું જળસ્તર 13 વર્ષ પછી પીળા નિશાનથી ઉપર છે. બ્રજઘાટમાં ગંગાનું પાણી આરતી સ્થળની નજીકના સીડીઓ પાસે પહોંચી ગયું છે. હિમાચલ પ્રદેશમાં પણ રવિવારે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે

હવામાન વિભાગની તાજેતરની આગાહીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ વાદળ ફાટવા અને અચાનક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં પણ ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી છે.

કૂલ્લુમાં ફરી આભ ફાટ્યું, 1નું મોત, મકાન-ગાડીઓ વહી ગઈ 

કૂલ્લુના કાઈસ ગામમાં આભ ફાટવાની ઘટનાથી ફરી એકાએક પૂર આવી ગયું હતું. અહીં એકનું મોત નીપજ્યું જ્યારે બે ઘવાયા હતા. આભ ફાટવાની ઘટનાને લીધે અનેક દુકાનો વહી ગઈ હતી. ડે.કમિશનર આશુતોષ ગર્ગે કહ્યું કે લગભગ રાતે ત્રણ વાગ્યે કાઈસ ક્ષેત્રની નજીક આભ ફાટવાની માહિતી મળી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ચંદ્રયાન-3માં ગુજરાતનો ‘સૂરજ તપે છે’:રોકેટનો મુખ્ય ભાગ જ જામનગરમાં બન્યો તો કેમેરા મૂળ કચ્છની કંપનીએ બનાવ્યા; અમદાવાદ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ સહિતના 11 પાર્ટ બનાવ્યા
Next: વરસાદી માહોલમાં ગરબાની રમઝટનો VIDEO:સુરતના ડુમસ બીચ પર યંગસ્ટર ગ્રુપ ડીજેના તાલે સવાર સવારમાં દાંડિયા-રાસ રમ્યું, ટહેલવા આવેલા લોકો પણ જોડાઈ ગયા

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.