Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • November
  • સરદારધામ દક્ષિણ ગુજરાત પ્રોજેક્ટ સ્થળે મહાભૂમિપૂજન માટે પ્રથમ સંકલન મિટિંગનું થયું આયોજન.
  • BUSINESS
  • GUJARAT

સરદારધામ દક્ષિણ ગુજરાત પ્રોજેક્ટ સ્થળે મહાભૂમિપૂજન માટે પ્રથમ સંકલન મિટિંગનું થયું આયોજન.

Real November 1, 2023
WhatsApp Image 2023-11-01 at 5.32.29 PM
Spread the love

સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે સરદારધામ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં લક્ષ્ય સાથે કાર્ય કરતી આ સંસ્થા સમાજની સુખાકારી અને યુવાશક્તિના સર્વાગી વિકાસ માટે પાંચ લક્ષ્યબિંદુઓ સાથે કાર્યરત છે. જે પૈકી અલગ અલગ ઝોનમાં પરવડે તેવા છાત્રાલયનું નિર્માણ કરવું, UPSC- GPSC સિવિલ સર્વિસ સેન્ટર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO), ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) અને યુવા સંગઠનનો સમાવેશ થાય છે.

સરદારધામ હોસ્ટેલમાં દીકરા-દીકરીઓ માટે રહેવા- જમવા- તાલીમ-માર્ગદર્શનની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. જેમાં તમામ દીકરીઓને માત્ર રૂ.1 ના વાર્ષિક દર થી વ્યવસ્થા અપાય છે. સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સાથે શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટેની આ સુવિધાઓ દક્ષિણ ગુજરાતને પણ પ્રાપ્ત થાય એ હેતુથી આગામી સમયમાં અંત્રોલી વેલંજા મુકામે 31 વિઘામાં સરદારધામ દક્ષિણ ગુજરાતનાં પ્રોજેક્ટનું મહાભૂમિપૂજન કરવામાં આવશે. તે માટેની પ્રોજેક્ટ સ્થળે સંકલન મિટિંગનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેલંજા, ઉમરા, શેખપુર, અંત્રોલીનાં બિલ્ડર, ડેવલપર્સ, સોસાયટી પ્રમુખો, હોદ્દેદારો અને સામાજીક આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગુણાત્મક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં પ્રોજેક્ટ વિશે માહિતી, પ્રોજેક્ટનું આ વિસ્તારમાં મહત્વ તેમજ ભૂમિપૂજનનાં પ્રાથમિક આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી.

સરદારધામ દ્વારા આ વિસ્તારનાં યુવાનોને યુવા સંગઠન કન્વીનરો અને સહકન્વીનરો તરીકેની નિમણુંક કરી નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાનુભાઈ વાનાણી, ધીરુભાઈ માલવીયા, જયંતીભાઈ એકલારા, મનહરભાઈ સાચપરા, શિવાભાઈ સવાણી, ભુપતભાઈ ખોપાળા, RC ભગત, મનસુખભાઈ MTC, હસમુખભાઈ હિરપરા એકતા ગ્રુપ સાથે અનેક સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સરદારધામ યુવા ટિમ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.

Continue Reading

Previous: પરિવર્તનને સમજી શકે તે જ, નવી તકોને ઓળખી શકે છે..શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત
Next: વર્તમાન સમયે માનસિક તણાવ ને રોકવાની જરૂર છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.