Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2025
  • September
  • રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025 1 minute read
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
Spread the love

ગુજરાતની અગ્રણી સહકારી બેંક ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરતની રીંગરોડ શાખાનો ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૫ રવિવારનાં રોજ સ્થળાંતર કરી નવા સ્થળે મંગલ શુભારંભ થયો છે. સુરત શહેરના ટેકસટાઇલ વેપારી મિત્રો અને સ્થાનિક લોકોને ઝડપી બેન્કિંગ સેવાનો લાભ મળી શકે તે હેતુથી રીંગરોડના લિજેન્ડ ટેકસટાઈલ માર્કેટમાં સુરત શહેરના માનનીય સાંસદશ્રી મુકેશભાઈ દલાલ નાં વરદ હસ્તે શાખાનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

.

મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જા સાથે વરાછા બેંકે ૩૦ વર્ષમાં ૨૮ શાખાઓ અને રૂપિયા ૬૦૦૦ કરોડથી વધુના બિઝનેસ સાથે નક્કર પ્રગતિ કરી છે. જેને ઉદ્ઘાટક માનનીય સાંસદશ્રી મુકેશભાઈ દલાલ એ બિરદાવી હતી અને વરાછા બેંક હજુ ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા બેંકના હોદ્દેદારશ્રીઓને પાઠવી હતી. શુભારંભમાં મુખ્ય મહેમાનશ્રી તરીકે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) નાં ચેરમેનશ્રી કૈલાશભાઈ હાકીમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને બેન્કિંગ સેવાનો પ્રારંભ કર્યો હતો.

ટેકસટાઈલ ક્ષેત્રના લોકોને વ્યાજબી દરે લોન મળી રહે તે માટે બેંક દ્વારા કેપિટલ લોન તેમજ CC/OD અને મશીનરી લોનની સરળ અને ઝડપી લોન સુવિધા અમલમાં મૂકવામાં આવી છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મદદરૂપ થવા કીંમતી ચીજ વસ્તુ ની સુરક્ષા માટે અત્યંત આધુનિક સિક્યુરિટી સાથેની લોકર સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા એ જણાવ્યું હતું કે, સુરત રીંગરોડ વિસ્તારમાં લિજેન્ડ ટેકસટાઈલ માર્કેટ ખાતે રીંગરોડ શાખા થકી લોકોને સરળતાથી બેન્કિંગ સેવા મળી રહે તેવા હેતુ થી શાખાનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રીંગરોડ વિસ્તારના ટેકસટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ સ્થાનિક લોકોને સ્મિત સાથે ઝડપી બેન્કિંગ સેવા આપવા અમો કટિબદ્ધ છીએ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, રીંગરોડ શાખાના ખાતેદારોને ડિજિટલ બેન્કિંગ સેવાની સાથે સાથે વીમા સેવા અને મ્યુચ્યુઅલ ફંડની સેવા પણ મળી રહેશે.

શાખા શુભારંભ પ્રસંગે વરાછા બેંકનાં વાઈસ ચેરમેનશ્રી જી. આર. આસોદરિયા તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા, ડિરેક્ટરશ્રી પ્રભુદાસભાઈ પટેલ, ડિરેક્ટરશ્રી કાંતિભાઈ મારકણા, ડિરેક્ટર શ્રીમતી વિમળાબેન વાઘાણી, ડિરેકટર શ્રીમતી શારદાબેન લાઠીયા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં સભ્યશ્રી દિલીપભાઈ વરસાણી તેમજ રીંગરોડ વિસ્તારના ટેકસટાઈલ ક્ષેત્રના અગ્રણીઓ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા માનનીય સાંસદશ્રી તેમજ તમામ મહેમાનોને સ્વાગત પ્રવચન કરી શબ્દોથી આવકાર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, તેહવારો નિમિતે વરાછા બેંકે માત્ર ૮.૨૫% ના વ્યાજદર પર ફેસ્ટિવલ કાર લોન યોજના લાગુ કરી છે જેમાં શૂન્ય પ્રોસેસિંગ ફી, શૂન્ય પ્રી પેમેન્ટ ચાર્જીસ અને નો ગેરેન્ટર જેવી સુવિધાઓ મળશે જે વેપારીઓને આ દિવાળી પર પોતાની મન પસંદ કાર ખરીદવા મદદ રૂપ થશે. અંતે બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો…

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
Next: સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Related Stories

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.