Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2026
  • October
  • વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026 1 minute read
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
Spread the love

ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત સહકારી બેંકોમાં આગવું સ્થાન ધરાવતી અને લોકો વચ્ચે “વરાછા બેંક – આપણી બેંક” ના સૂત્ર સાથે ખ્યાતનામ એવી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરતને પ્રતિષ્ઠિત શિડયુલ્ડ બેંકનો દરજ્જો પ્રાપ્ત થયો તેની ઉજવણીના ભાગરૂપે તથા આગામી તહેવારો દરમિયાન નાગરિકો અને વેપારી મિત્રોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધે તે હેતુથી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેંકના સહકાર ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને I/C પોલીસ કમિશનર, સુરત શહેર શ્રી વાબાંગ જામીર IPS સહિત સુરત શહેર પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારી એડિ. પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા IPS, એડિ. પોલીસ કમિશનર શ્રી બલરામ મીણા IPS, એડિ. પોલીસ કમિશનર ક્રાઈમ ડો. કરણરાજ વાઘેલા IPS, DCP ઝોન-1 શ્રી આલોક કુમાર IPS તથા DCP સાયબર સેલ શ્રીમતી બિશાખા જૈન IPS સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધી વરાછા કો-ઓપ. બેંક તરફથી બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી તેમજ સુરત જ્વેલરી એસોસિએશનના પ્રમુખશ્રી પ્રતાપભાઈ જીરા દ્વારા તમામ મંચસ્થ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોને ઉષ્માભેર શબ્દોથી આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમના વધતા બનાવો, ઓનલાઈન બેંકિંગમાં સાવચેતી, OTP, PIN, CVV, પાસવર્ડ તથા બેંકિંગની ગુપ્ત માહિતી કોઈની સાથે શેર ન કરવી, ફિશિંગ લિંક, ફેક કોલ, ડિજિટલ અરેસ્ટ, UPI ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ તેમજ અન્ય ઓનલાઈન છેતરપિંડીથી બચવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને તહેવારોના સમયમાં ઓનલાઈન ખરીદી, ડિજિટલ પેમેન્ટ અને બેંકિંગ વ્યવહારોમાં વધારો થતો હોવાથી વેપારીઓ તથા નાગરિકોએ વધુ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. કોઈપણ શંકાસ્પદ વ્યવહાર કે સાયબર છેતરપિંડીનો ભોગ બનવાના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરવા અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930નો ઉપયોગ કરવા અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત I/C પોલીસ કમિશનર, સુરત શહેર શ્રી વાબાંગ જામીર IPS દ્વારા નાગરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તથા સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સુરત શહેર પોલીસ દ્વારા તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે કરવામાં આવતી કામગીરીની પણ પ્રશંસા કરી હતી. આ સાથે સુરત જ્વેલરી એસોસિએશનના સભ્યો અને વિવિધ વેપારીગણ માટે યોજાયેલા આ સેમિનારમાં સાયબર સુરક્ષા અંગેની ઉપયોગી માહિતી અને વ્યવહારુ માર્ગદર્શન મળતાં આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

વરાછા કો-ઓપ. બેંકના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા પ્રાસંગિક ઉદ્ભોદન આપતા જણાવ્યું હતું કે, બેંકિંગ ક્ષેત્રમાં ડિજિટલ સેવાઓના વધતા વ્યાપ સાથે ગ્રાહકોની નાણાકીય સુરક્ષા અને સાયબર જાગૃતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. બેંક દ્વારા ગ્રાહકોને સુરક્ષિત અને વિશ્વસનીય ડિજિટલ બેંકિંગ સેવા પૂરી પાડવાની સાથે સાયબર સુરક્ષા અંગે સતત જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમના અંતે સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખશ્રી નિલેશભાઈ લંગાળીયા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, વેપારી મિત્રો, સભ્યો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Related Stories

WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026

Recent Post

  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT

You may have missed

WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.