જુઓ બ્રિજના આકાશી દૃશ્યો:ઓલપાડના કીમ રેલવે સ્ટેશન પાસે 71.11 મીટરનો સ્પાન ઓપન વેબ સ્ટીલ ગર્ડર લોન્ચ; એક તરફનો બ્રિજ ખુલ્લો મુકાતા સવા લાખ વસ્તીને ટ્રાફિકથી છુટકારો

e1v4uzg3
Spread the love

સુરત જિલ્લામાં પશ્ચિમ રેલવેના સુરત-વડોદરા વિભાગના ક્રિમ સ્ટેશન પર એલસી 158ની જગ્યાએ ROB માટે રેલવે અને DFCC ભાગ પર 71.11 મીટરના સ્પાનનું ઓપન વેબ સ્ટીલ ગર્ડર લૉન્ચ કરવામાં આવ્યું છે. OWG(ઓપન વેબ ગર્ડર)ના દરેક નોડ પોઈન્ટ પર હિલમેન રોલર્સ વડે ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ વિંચ દ્વારા OWG સાથે જોડાયેલા પાછળના ભાગમાં દબાણ કરીને લોન્ચિંગ હાથ ધરવામાં આવેલું છે. લોન્ચિંગ માટે કુલ 46 મીટર મુવમેન્ટ કરવામાં આવી હતી. આ લોન્ચિંગ દરમિયાન ડી.એફ.સી.સી, રેલવે તેમજ આર. એન્ડ બીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એક તરફનો બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકાયો હતો
ગત 13 મેના રોજ ઓલપાડ તાલુકાના કીમ ખાતે રૂ.65 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કીમ ખાતે 72 મીટર સ્પાન ROB ધરાવતો રાજ્યનો પ્રથમ ઓપન વેબ ગર્ડર રેલવે ઓવરબ્રિજનો એક તરફનો ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકાતા અંદાજીત 40 ગામની સવા લાખથી વધુની વસ્તીને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળ્યો હતો. રોજબરોજ આવાગમન કરતા હજારો વાહનચાલકોને રાહત થઈ હતી.