
નવી દિલ્હી,તા. 9 માર્ચ 2023, ગુરુવાર
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને રણબીરની જોડી પહેલીવાર જોવા મળી રહી છે. ટ્રેલરમાં બંને વચ્ચેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોઈને લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ગઈ કાલે 8 માર્ચે રિલીઝ થઈ હતી અને આજે ફિલ્મના પહેલા દિવસના આંકડા આવી ગયા છે. એવું માનવામાં આવતું હતું કે આ ફિલ્મ પઠાણ પછી બીજી મોટી હિટ ફિલ્મ હશે, પરંતુ ફિલ્મની કમાણી કાર્તિક આર્યનની શહેજાદાની પ્રથમ દિવસની કમાણી આસપાસ જ પહોંચી છે.
હોળીના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 14 કરોડનુ ક્લેક્શન કર્યું છે. એવું માનવામાં આવતું હતું કે ‘તું જૂઠી મેં મક્કાર’ પઠાણ પછી બીજી મોટી હિટ ફિલ્મ બની શકે છે, પરંતુ પહેલા જ દિવસે આ ફિલ્મ શહેજાદાની બરોબરી કરતી જોવા મળી હતી. મહત્વનું છે કે, શહેજાદાએ પહેલા દિવસે 7 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે પઠાણનું કલેક્શન રૂ. પ્રથમ દિવસની કમાણી રૂ. 57 કરોડ હતુ.
કેવી છે આ ફિલ્મ ?
રણબીર કપૂરની કારકિર્દીની છેલ્લી રોમ-કોમ માનવામાં આવી રહેલી આ ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર એ મિકી (રણબીર કપૂર) અને ટીન્ની (શ્રદ્ધા કપૂર)ની લવસ્ટોરી છે. આ બે સ્ટાર્સ સિવાય સ્ટેન્ડઅપ કોમેડિયન અનુભવ સિંહ બસ્સી, ડિમ્પલ કાપડિયા, બોની કપૂર પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે