Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • સુરતના વરેલીમાં માવઠાના ભારે પવનથી 40 ફૂટ લાંબો પતરાનો શેડ ધડામ દઈને તૂટી પડ્યો, 3ને ઈજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા
  • GUJARAT

સુરતના વરેલીમાં માવઠાના ભારે પવનથી 40 ફૂટ લાંબો પતરાનો શેડ ધડામ દઈને તૂટી પડ્યો, 3ને ઈજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા

Real March 7, 2023
bh19hwrj
Spread the love

ક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગતરોજ બપોર બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે સુરત જિલ્લાના વરેલી ગામે સ્કૂલમાં ગયેલા બાળકોને નિયત સમયે અને સ્થળે લેવા આવેલી મહિલા વરસાદથી બચવા પતરાના શેડ નીચે અન્ય બે સાથે ઉભી હતી. ત્યારે ઉપરથી ધડામ દઈને શેડ પડ્યો હતો. જેથી મહિલા સહિત વૃદ્ધ અને અન્યને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. દુર્ઘટનાનો સમગ્ર વીડિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

પતરાનો શેડ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
વરલી ગામમાં રાધાપુરમ સોસાયટીમાં રહેતા મહિલા તેમ જ અન્યો પતરાના શેડની નીચે ઉભા હતા. નિયમિતપણે મહિલા શાળાએ ગયેલા પોતાના બાળકોને સ્કૂલ બસ છોડવા આવે છે. નિયત સમયે મહિલા પોતાના બાળકને લેવા માટે પહોંચી ગઈ હતી. તે દરમિયાન વૃદ્ધ અને અન્ય એક મહિલા પણ ત્યાં ઉભી હતી વાતચીત શરૂ હતી અને એકાએક જ ભારેખમ પતરાનો શેડ તેના પર પડ્યો હતો.

પતરાનો શેડ પડતા આસપાસના લોકો દોડી આવ્યા
સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે, મહિલા જ્યારે પતરાના શેડ નીચે ઉભી હતી. તે દરમિયાન વરસાદી માહોલ હતો. પૂરપાટ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. એ જ સમયે મહિલા જ્યાં ઉભી હતી. ત્યાં ઉપરનો જે પતરાનો શેડ હતો. તે ભારે શેડ તેના ઉપર પડ્યો હતો. તે કંઈ સમજી શકે તે પહેલા જ પતરાના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. તેમજ અન્ય વૃદ્ધ પણ નીચે દબાઈ ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક અસરથી ધડાકાભર આવેલા અવાજના કારણે તેમજ અન્ય એક મહિલાએ બૂમાબૂમ કરતા તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા. જેમાં વયોવૃદ્ધને માથાના ભાગે અને મહિલાને પણ ઈજા થઈ હતી.

અગાઉ પણ એક શેડ પડ્યો હતો
ઇજાગ્રસ્તના પતિ મનોજભાઈએ જણાવ્યું કે, મારી પત્ની મારા બાળકોને લેવા માટે ગઈ હતી. તે દરમિયાન એકાએક આ ઘટના બની હતી. મહિલાના ખભાના ભાગે ગંભીર ઈજા થઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને પ્લાસ્ટર કર્યું છે. તેમજ અન્ય એક વયોવૃદ્ધને માથાના ભાગે ઇજા થઈ છે. અગાઉ પણ એક શેડ અહીં પડ્યો હતો. બિલ્ડરે પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈતી હતી. જો થોડા સમય બાદ આ ઘટના બની હોત તો કદાચ મારા બાળકો પણ આ શેડના નીચે દબાઈ ગયા હોત અને મોટી દુર્ઘટના થઈ હોત.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરત મહાનગરપાલિકાના જેસીબી મશીન ખરીદી કૌભાંડમાં જવાબદાર સામે પગલાં ભરવામાં તંત્રની બેવડી નીતિ
Next: આજે પૂર્વોત્તરના બે રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, PM મોદી રહેશે હાજર

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.