
તમિલનાડુ BJPને ફટકો, જાસૂસીનો આરોપ મૂકી રાજીનામુ આપી ચૂકેલા નિર્મલ કુમાર AIADMKમાં જોડાયા
પાર્ટીના રાજ્યના નેતૃત્વ પર કાર્યકરોની ઉપેક્ષા કરવાનો આરોપ મૂક્યો
દક્ષિણ ભારતમાં મજબૂત થવાના પ્રયાસ કરનારા ભાજપને મોટો આંચકો લાગ્યો છે. તમિલનાડુ ભાજપના આઈટી સેલના વડા સી.ટી.આર.નિર્મલ કુમારે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. પાર્ટી છોડ્યા બાદ નિર્મલ કુમારે AIADMKના વચગાળાના પ્રમુખ કે.પલાનીસામી સાથે મુલાકાત કરી અને તેમની પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
અન્નામલાઈ પર જાસૂસીનો આરોપ મૂક્યો
નિર્મલ કુમારે ટ્વિટર પર એક નિવેદનમાં પાર્ટીના રાજ્ય નેતૃત્વ પર કાર્યકરોની ઉપેક્ષા કરવાનો આરોપ લાગ્યો હતો. તેમણે અન્નામલાઇ પર અનેક લોકોની જાસૂસી કરવાનો આરોપ મૂક્યો હતો. મદુરૈમાં રહેતા પૂર્વ ભાજપના નેતા નિર્મલ કુમારે કહ્યું કે પાર્ટીના સભ્યો અને પદાધિકારીઓની જાસૂસી પર ખુશી મનાવવાથી વધારે અપમાનજનક બીજું કંઈ નથી.
ચેન્નઈમાં પલાનીસામી સાથે મુલાકાત કરી
નિર્મલ કુમારે કહ્યું કે ભાજપ 2019માં જેવો હતો અન્નામલાઈના કમાન સંભાળ્યા બાદ હવે તેનો 20 ટકા પણ રહી ગયો નથી. નિર્મલ કુમારે AIADMKમાં જોડાતા પહેલા કે.પલાનીસ્વામી સાથે ચેન્નઈમાં મુલાકાત કરી હતી. તેના બાદ AIADMKમાં જોડાયા હતા. જોકે હવે તેમના રાજીનામાથી ભાજપની છબિને ક્યાંકને ક્યાંક નુકસાન તો થશે જ. નિર્મલે ટ્વિટર પર નામ લીધા વિના ડીએમકેના એક મંત્રી સાથે કાનૂની વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો.