
મની ટ્રાન્સફરના વ્યવસાયમાં આંતરીક ચીટીંગ : સુરતના ધંધાર્થીએ કંપનીના રાજકોટના કર્મચારી અને રાજકોટના વેપારી વિરુદ્ધ છેવટે ફરિયાદ નોંધાવી
સવારે મેળવેલા પૈસા સાંજે પરત કરતા રાજકોટના હર્ષ પરમારે વર્ષ અગાઉ ટ્રાન્સફર કરેલા રૂ.10 લાખ પરત કરવામાં વાયદા કરી ફોન બંધ કરી દીધો હતો
– મની ટ્રાન્સફરના વ્યવસાયમાં આંતરીક ચીટીંગ : સુરતના ધંધાર્થીએ કંપનીના રાજકોટના કર્મચારી અને રાજકોટના વેપારી વિરુદ્ધ છેવટે ફરિયાદ નોંધાવી
– સવારે મેળવેલા પૈસા સાંજે પરત કરતા રાજકોટના હર્ષ પરમારે વર્ષ અગાઉ ટ્રાન્સફર કરેલા રૂ.10 લાખ પરત કરવામાં વાયદા કરી ફોન બંધ કરી દીધો હતો
સુરત, : રાજકોટના મની ટ્રાન્સફરના વેપારીને સુરતના મની ટ્રાન્સફરના વેપારીએ ટ્રાન્સફર કરેલા રૂ.10 લાખ એક વર્ષ બાદ પણ પરત નહીં કરતા વેપારીએ કંપનીના રાજકોટના કર્મચારી અને રાજકોટના વેપારી વિરુદ્ધ છેવટે ચોકબજાર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વલ્લભીપુરના મેલાણા ગામનો વતની અને સુરતમાં સિંગણપોર ચાર રસ્તા રાજલક્ષ્મી હાઈટસ બી/801 માં રહેતો 26 વર્ષીય જતીન પ્રેમજીભાઇ માણીયા કોઝવે સર્કલ પાસે ગંગા રેસિડન્સી દુકાન નં.એ-15 માં ઈન્સ્ટા પે ડેસ્કના નામે મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતો હોય 13 ડિસેમ્બર 2021 થી કોલકત્તાની પેયમાર્ક પેયમેન્ટ ટેકનોલોજીસ સર્વીસીસ પ્રા.લી કંપનીએ તેની સુપર ડિસ્ટ્રીબ્યુટર તરીકે નિમણુંક કરતા તે ભાગીદાર નરેશ મકવાણા સાથે કંપનીમાં ક્રેડીટ મેળવી કમિશનથી મની ટ્રાનસફરનું કામ કરતો હતો.કંપનીના ગુજરાત કલસ્ટર હેડ રાધવેન્દ્ર સત્યેન્દ્ર ઉપાધ્યાયે નિમેષ હેમંતભાઇ વાઘેલા ( રહે.બી-604, ગોલ્ડન પાર્ટીકો, માધાપર ચોકડી, માધાપર, રાજકોટ ) ને નોકરીએ રાખ્યા બાદ તેણે હર્ષ ભરતભાઇ પરમાર ( રહે.ચામુંડા કૃપા, ઇન્દ્રપ્રસ્થ 3, મેઇન રોડ, ભગવતી હોલ સામે, રાજકોટ ) ને રાજકોટના સુપર ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યા હતા.
કંપનીના નિયમ મુજબ રૂ.10
લાખ ક્રેડીટ ઉપર વોલેટમાં મેળવી હર્ષ દિવસના અંતે પૈસા જતીનને પરત કરતો હતો.પણ ગત 10 જાન્યુઆરી 2022 ના રોજ નિમેષની ભલામણથી બપોરે પોતાના વોલેટમાં મેળવેલા રૂ.10 લાખ હર્ષે પરત કર્યા નહોતા.પહેલા પૈસા પરત કરવાના વાયદા કરી બાદમાં બંનેએ મોબાઈલ ફોન બંધ કરી દેતા છેવટે જતીને બંને વિરુદ્ધ ગતરોજ ચોકબજાર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.