
પત્રમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા સામે પણ નિશાન તાક્યું હતું
સીબીઆઈ અને ઈડી જેવી તપાસ એજન્સીઓના દુરુપયોગ બદલ ભાજપની આકરી ટીકા પણ કરી
વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કેન્દ્રીય તપાસ એજન્સીઓના સતત દુરુપયોગનો આરોપ મૂક્યો છે. પત્રમાં વિપક્ષના આ નેતાઓએ સીબીઆઈ અને ઈડી જેવી તપાસ એજન્સીઓના દુરુપયોગ બદલ ભાજપની આકરી ટીકા પણ કરી હતી.
કેન્દ્ર સામે મૂક્યા અનેક આરોપ
પત્રમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા સામે પણ નિશાન તાક્યું હતું. પત્રમાં લખવામાં આવ્યું છે કે વિપક્ષના જે નેતા ભાજપમાં જોડાઈ જાય છે તેમની વિરુદ્ધ પણ તપાસ લગભગ ઠપ થઇ જાય છે. સાથે જ રાજ્યપાલના કાર્યાલય પર ચૂંટાયેલી લોકશાહી સરકારોના કામમાં દખલ કરવાનો આરોપ મૂકાયો હતો. દાવો કરાયો કે રાજ્યપાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વધતા મેતભેદોનું મુખ્ય કારણ બની ગયા છે.
વિપક્ષના નેતાઓએ કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓની છબિ પણ ખરડાઈ
વિપક્ષના નેતાઓએ કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓની છબિ ખરડાઇ રહી છે. અમે તેના પર ચિંતા વ્યક્ત કરી છીએ. પત્રમાં આગળ લખવામાં આવ્યું કે 26 ફેબ્રુઆરીએ લાંબી પૂછપરછ બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઇએ ધરપકડ કરી લીધી. તેમની ધરપકડ કરતી વખતે કોઈ પુરાવા પણ રજુ ન કરાયા. 2014 બાદથી જે નેતાઓ સામે એક્શન લેવાયા છે તેમાં મોટાભાગના વિપક્ષના જ છે
પત્ર લખનારા નેતાઓમાં કોણ કોણ છે સામેલ
- પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
- પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન
- તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ
- યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ
- બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ
- એનસીપી પ્રમુખ શરદ પવાર
- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
- જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાહ