
PM Modi Visit Ramanathaswamy Temple On Ram Navami :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ બાદ આજે શ્રીલંકાથી પરત ફર્યા છે. શ્રીલંકાથી પરત ફર્યા બાદ તેઓ સીધા તમિલનાડુ પહોંચ્યા છે. અહીં તેઓએ રામ નવમીના અવસર પર ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ત્યાર બાદ પ્રતિષ્ઠિત રામનાથસ્વામી મંદિરમાં પણ પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત પીએમ મોદી તમિલનાડુમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના મોટા પ્રોજેક્ટ્સનું શુભારંભ કરાવશે.
આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન આજે બપોરે રામનાથસ્વામી મંદિર પહોંચશે. તેઓએ અહીં દર્શન અને પૂજા કરશે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ચારધામ યાત્રાઓમાં સામેલ છે. તેમજ આ મંદિર રામાયણ સાથે પણ સંકળાયેલું છે, કારણ કે રાવણનો વધ કર્યા પછી ભગવાન રામે બ્રાહ્મણના વધના પાપથી મુક્તિ મેળવવા માટે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. પીએમ મોદીએ અગાઉ 20 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ મંદિરમાં પૂજા કરી હતી.