Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • અદાણી-હિંડનબર્ગ કેસ પર અમિત શાહ બોલ્યા:ગૃહમંત્રીએ કહ્યું- SC તપાસ સમિતિને પુરાવા આપો; ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે
  • BUSINESS

અદાણી-હિંડનબર્ગ કેસ પર અમિત શાહ બોલ્યા:ગૃહમંત્રીએ કહ્યું- SC તપાસ સમિતિને પુરાવા આપો; ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે

Real March 18, 2023
bl7wpwm9
Spread the love

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે 6 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં બે નિવૃત્ત જજ પણ છે. જેમની પાસે આ મામલે કોઈ પુરાવા હોય તેમણે આ પુરાવા આ સમિતિને આપવા જોઈએ. જો કંઇક ખોટું થયું હોય તો કોઈને છોડવામાં નહીં આવે.

તેમણે શુક્રવારે દિલ્હીમાં એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે દેશની અદાલતોમાં દરેકને વિશ્વાસ હોવો જોઈએ. સેબી પણ સુપ્રીમ કોર્ટની કમિટી સાથે આ પ્રકરણની તપાસ કરી રહી છે. શાહે વધુમાં કહ્યું હતું કે લોકોએ પાયાવિહોણા આક્ષેપો ન કરવા જોઈએ, કારણ કે તેઓ તપાસમાં ઊભા રહી શકતા નથી.

રાહુલને ઈન્દિરાનું નિવેદન યાદ અપાવ્યું
શાહે લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનો પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલના દાદી ઈન્દિરા ગાંધી ઈમર્જન્સી બાદ ઈંગ્લેન્ડ ગયાં હતાં. તે સમયે તે વિપક્ષમાં હતાં અને સરકાર તેને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી હતી.

તેમણે કહ્યું- ‘ઈંગ્લેન્ડમાં તેને પૂછવામાં આવ્યું કે તમારો દેશ કેવો છે. આના જવાબમાં ઈન્દિરાએ કહ્યું કે મારો દેશ સારી રીતે ચાલી રહ્યો છે. કેટલાક મુદ્દાઓ છે પરંતુ હું તેમના પર અહીં કામ કરવા માગતી નથી. અહીં હું એક ભારતીય છું અને હું મારા દેશ વિશે કંઈ કહીશ નહીં.

અમિત શાહે તેમના નિવેદન સાથે કોંગ્રેસને યાદ અપાવ્યું છે કે ઈન્દિરા ગાંધીએ પણ વિદેશ જઈને દેશના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો ઈન્કાર કર્યો હતો.

અમિત શાહના સ્પીચની મોટી 4 વાતો

  • વિપક્ષ વાતચીત કરશે તો સંસદ ચાલશેઃ અમિત શાહે કહ્યું કે જો વિરોધ પક્ષો આગળ આવીને વાત કરે તો સંસદમાં ચાલી રહેલી મડાગાંઠનો અંત આવી શકે છે. જો બંને પક્ષો સ્પીકરની સામે બેસીને ચર્ચા કરે તો સંસદ સુચારુ રીતે ચાલી શકશે. કોંગ્રેસ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે તેઓ માત્ર મીડિયા સાથે વાત કરે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે. આનાથી કંઈ થઈ શકે નહીં. દરેક વ્યક્તિને સંસદમાં બોલવાની સ્વતંત્રતા છે, પરંતુ આ માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.
  • તપાસ એજન્સીઓ નિષ્પક્ષ રીતે કામ કરી રહી છેઃ શાહે કહ્યું કે સીબીઆઈ અને ઈડી સહિતની તમામ તપાસ એજન્સીઓ નિષ્પક્ષ રીતે કામ કરી રહી છે. આ એજન્સીઓ કોર્ટથી ઉપર નથી. તેમની કાર્યવાહીને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. તેમણે પૂછ્યું કે આ લોકો એજન્સીઓની કાર્યવાહી સામે કોર્ટમાં જવાને બદલે બહાર કેમ બૂમો પાડી રહ્યા છે.
  • મનીષ સિસોદિયા હાલમાં EDની કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે. અન્ય ઘણા વિપક્ષી નેતાઓ પણ તપાસ એજન્સીઓના રડાર પર છે.
    • યુપીએ શાસન દરમિયાન નોંધાયા તમામ કેસઃ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે યુપીએના 10 વર્ષના શાસન દરમિયાન લગભગ 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડના આક્ષેપો થયા હતા. તે સમયે પરિસ્થિતિને સંભાળવા માટે યુપીએ સરકારે ખુદ સીબીઆઈમાં કેસ નોંધ્યા હતા. 2 સિવાય અન્ય તમામ કેસ યુપીએ શાસન દરમિયાન જ નોંધાયા છે.
    • વિરોધ પક્ષોએ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર આરોપ લગાવ્યો: વિરોધ પક્ષો કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર તેમને નિશાન બનાવવા અને ભાજપને મદદ કરવાનો આરોપ લગાવે છે. હાલમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન, તેલંગાણાના સીએમની પુત્રી કે કવિતા, આરજેડી નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓ પર આ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    • હિંડનબર્ગ-અદાણી વિવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આ અંગે કમેન્ટ કરવી યોગ્ય રહેશે નહીં, કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં છે, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આમાં ભાજપ માટે છુપાવવા જેવું કંઈ નથી અને ડરવા જેવું પણ કાંઈ નથી.

      ANI પોડકાસ્ટ પર આપેલા ઈન્ટરવ્યૂમાં ગૃહમંત્રી અમિત શાહે આ વાત કરી હતી. તેમણે લોકસભા ચૂંટણી, વિપક્ષ અને 9 રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પર પણ વાત કરી હતી.સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Continue Reading

Previous: રાજ્યમાં TET-1ની16મીએ અને TET-2ની 23મી એપ્રિલે પરીક્ષા યોજાશે, શિક્ષણ વિભાગે કરી જાહેરાત
Next: પીએમ મોદીએ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનું કર્યું ઉદઘાટન, ટપાલ ટિકિટ-સિક્કો પણ જારી કર્યા

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
WhatsApp Image 2025-05-23 at 6.42.11 PM
  • BUSINESS

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ-2025 માં વરાછા કો-ઓપ. બેંકને ત્રણ એવોર્ડ એનાયત

Real May 23, 2025
WhatsApp Image 2025-02-24 at 5.32.23 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંકની ઉત્રાણ વિસ્તાર ખાતે ૨૮મી શાખાનો શુભારંભ, લોકોને મળશે ઝડપી અને આધુનિક બેન્કિંગ સેવા.

Real February 24, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.