Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • નકલી PMO અધિકારી : કિરણ પટેલને ગુજરાત લાવવા ATSની ટીમ જમ્મુ-કાશ્મીર જવા રવાના
  • WORLD

નકલી PMO અધિકારી : કિરણ પટેલને ગુજરાત લાવવા ATSની ટીમ જમ્મુ-કાશ્મીર જવા રવાના

Real March 17, 2023
kv9s063q
Spread the love

પોલીસે કિરણ પટેલના પ્રેસ્ટિઝ બંગ્લો ખાતેના ઘરે દરોડા પાડીને તપાસ હાથ ધરી

કિરણ પટેલ વિદેશમાથી PHDની ડિગ્રી મેળવ્યાનું લોકોને કહેતો, IIM અમદાવાદથી MBA કર્યાનું જણાવતો

અમદાવાદ, 17 માર્ચ 2023 શુક્રવાર

જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. આ મહાઠગ મૂળ અમદાવાદનો રહેવાસી છે. કિરણ પટેલ અમદાવાદમાં પણ પોતે સંઘ સાથે જોડાયેલો તથા PMOમાં હોવાનું લોકોને કહેતો હતો. હાલમાં ગુજરાત ATSની ટીમ હવાઈ માર્ગે જમ્મુ કાશ્મીર ડો. કિરણ પટેલ ઉર્ફે બંસીને ગુજરાત લાવવા માટે રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત પોલીસે તેના ઘોડાસર ખાતેના પ્રેસ્ટિઝ બંગ્લો પર પણ પોલીસે દરોડા પાડીને તપાસ શરૂ કરી દીધી છે. અગાઉ પણ નરેન્દ્ર મોદીની ઓફિસમાં ઉચ્ચ અધિકારી હોવાનું ઓળખ આપી હતી અને તે વખતે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી
કિરણ પટેલ શહેરના ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં ભાડાના મકાનમાં રહે છે. તેની પત્ની વ્યવસાયે ડોક્ટર છે. આ ઠગે રાજ્યના 10થી15 IPS અધિકારીઓ સાથે ઘરોબો કેળવ્યો હતો. ત્યાર બાદ કેટલાય પોલીસ અધિકારીઓને ડબામાં ઉતારી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે પરંતુ આ પોલીસ અધિકારીઓ બોલાવા તૈયાર નથી. કિરણ અને તેનો ભાઈ ભાવેશ બંને થઈને એક નિવૃત્ત ડીવાયએસપી પી.એમ. પરમાર પાસેથી ગાડીઓ લઈને વડતાલના સ્વામીનારાયણ મંદિરના સંતોને ભાડે આપવાનું કહીને પરત કરી નહોતી. જેની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. કિરણે ગાડીઓ લઈને પાછી નહોતી આપી તે અંગેની આ ફરિયાદ હતી.

પાંચ અલગ અલગ જગ્યાએ વીવીઆઈપીની સેવાઓ લીધી
2021માં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં PMOની સલાહકાર સમિતિના સભ્ય તરીકેની ઓળખાણ આપીને વીવીઆઈપી સુવિધા લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યાં અગાઉથી જ આવા વીવીઆઈપી મહેમાનો આવે તો અગાઉથી જ ત્યાં પત્રવ્યવહારથી જાણ કરવામાં આવે છે. આવો કોઈ લેટર નહીં મળવાથી પોલીસે ખરાઈ કરતાં તે જુઠ્ઠો સાબિત થયો હતો અને ત્યાં પણ તેની સામે ફરિયાદ થઈ હતી. આવી જ રીતે ગુજરાતમાં પાંચ અલગ અલગ જગ્યાએ વીવીઆઈપીની સેવાઓ લઈ ચૂક્યો છે.

નેતાઓ સાથે પણ તેના ખૂબજ નિકટના સંબંધો હતાં
આ ઉપરાંત ભાજપના અનેક પૂર્વ મંત્રીઓ તેમજ નેતાઓ સાથે પણ તેના ખૂબજ નિકટના સંબંધો હતાં અને ઉઠકબેઠક હતી. તેમની સાથે કામ કરતો અને કેટલાય લોકોની જમીનો હડપ કર્યાના આક્ષેપો થયાં છે.અમદાવાદ શહેરમાં આઈપીએસ તરીકે ફરજ બજાવી ચૂકેલા એક અધિકારી જે હાલ ભાજપના એમએલએ છે તેમનું પણ આ મિસ્ટર નટવરલાલે અઢી કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. તેમજ વડોદરામાં ત્યાંના ધારાસભ્ય સાથે મળીને મોટા પાયે ગરબાનું આયોજન તેણે કર્યું હતું. આ ગરબામાં કોઈ મોટા સિંગરને બોલાવવાની વાત કરી હતી. પરંતુ સિંગર આવ્યો નહોતો. તેના કારણે ખૂબજ ઝઘડાઓ થયા હતાં અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાર બાદ તપાસ કરતાં ડેકોરેશન વાળાના બિલ પણ ચૂકવવામાં આવ્યા નહોતા. આ અંગેની પોલીસ ફરિયાદ વડોદરામાં નોંધાઈ હતી.

કાશ્મીરમાં ચાર મહિનાથી સરકારી ખર્ચે તાગડધિન્ના કરતો હતો
કિરણ પટેલ ઉર્ફે બંસીના મોબાઈલની કોલ ડિટેલ કઢાવવામાં આવે તો અનેક આઈપીએસ અધિકારીઓ, રાજકારણીઓ અને કેટલાક પત્રકારોના રેગ્યુલર સંપર્કમાં હોવાની વિગતો બહાર આવે તેમ છે. કિરણ પટેલ મોંઘીદાટ લક્ઝુરિયસ કાર લઈને ફરતો હતો અને તેણે પત્રકારો સાથે મળીને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું જેનું નામ મોદી ફાઈલ રાખવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઠગ કિરણને ગુજરાતમાં લાવ્યા બાદ તેની સામે દેશદ્રોહ જેવી કલમો લગાવીને કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કિરણ પટેલ ઓક્ટોબર 2022થી જ કાશ્મીરમાં તંબુ તાણીને બેઠો હતો અને કાશ્મીરમાં ચાર મહિનાથી સરકારી ખર્ચે તાગડધિન્ના કરતો હતો.

સચિવાલયમાં મંત્રીના પીએ તરીકેની ઓળખ આપતો
શ્રીનગર પોલીસ દ્વારા હાલ તો તેની સામે કલમ 419,420, 468 અને 471 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. ચાર મહિનાથી કાશ્મીરમાં સરકારી મહેમાનગતિ માણી રહેલા આ ઠગે સંવેદનશીલ ઉરીની બોર્ડર પોસ્ટથી લઈને એલઓસી ઉપરાંત આર્મીના ઓપરેશનલ એરિયામાં મુલાકાત લીધી હતી. માત્ર એટલું જ નહીં પીએમ ઓફિસના હોદ્દાની રૂએ તેણે શ્રીનગરમાં સરકારી મીટિંગો પણ કરી હોવાનું બહાર આવ્યું છે. ભાજપના અનેક નેતાઓ અને પોલીસ અધિકારીઓ તેના ફોલોઅર્સ છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તે સચિવાલયમાં આંટાફેરા કરતો હતો. એક પૂર્વ મંત્રીના પીએ તરીકેની ઓળખ આપીને તે કામો કરાવી લેતો હતો.

ચર્ચામાં રહેવા માટે નવા નવા ગતકડા કરતો
કિરણ પટેલ ચર્ચામાં રહેવા માટે નવા નવા ગતકડા કરતો હતો. આ મહાઠગ  વિદેશમાથી PHDની ડિગ્રી મેળવ્યાનું લોકોને રહેતો હતો. તે ઉપરાંત IIM અમદાવાદથી MBA કર્યાનું જણાવતો હતો. તેણે ઓસ્ટ્રેલિયાની વર્જિનિયા યુનિમાંથી PHD કર્યુંનું ટ્વીટ કર્યું હતું. કોમનવેલ્થ વેકેશનલ યુનિમાં માનદ ડિરેક્ટરનો બોગસ લેટર બનાવ્યો હતો. IIM-અમદાવાદમાં જઇ ફોટો પડાવી MBA કર્યાનું ટ્વીટ કર્યું હતું

Continue Reading

Previous: સુરતમાં બ્રિજ પર વિચિત્ર અકસ્માત:બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ બે યુવકો બ્રિજ પરથી 15 ફૂટ નીચે પડ્યા, એકનું મોત, 4 દિવસ પહેલાં જ સુરત આવ્યા હતા
Next: મનીષ સિસોદિયાનેે ફરી આંચકો! 5 દિવસના રિમાન્ડ મંજૂર, હવે આ તારીખે થશે હાજર

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.