Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ:અડાજણના નિવૃત્ત બેંક કર્મચારીને નફાનો લાલચ આપી 32.65 લાખ ચાઉ કરી લીધા, ઠગન મહેસાણાથી ઝડપાયો
  • BUSINESS

શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ:અડાજણના નિવૃત્ત બેંક કર્મચારીને નફાનો લાલચ આપી 32.65 લાખ ચાઉ કરી લીધા, ઠગન મહેસાણાથી ઝડપાયો

Real March 24, 2023
axtwymrv
Spread the love

નિવૃત્ત બેંક કર્મચારી સાથે ઠગાઈ કરનારને મહેસાણાથી ઝડપી પાડયો હતો.

સુરતમાં બેંકના નિવૃત વૃદ્ધને સારા નફાની લાલચે શેર બજારમાં રોકાણ કરાવ્યા બાદ સોનાના રોકાણમાં નુકશાન ગયું છે. રૂપિયા નહી આપો તો માણસો દ્વારા ઉચકી લેવાની ધમકીઓ આપી 32.65 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે વૃદ્ધે સુરત સાયબર સેલમાં ફરિયાદ આપતા પોલીસે મહેસાણાથી એક આરોપીની ધરપકડ કરી છે.

શેર બજારમાં સારા નફાની બેંકના નિવૃત્ત કર્મચારી લાલચ અપાઈ
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ બેંકના નિવૃત કર્મચારી છે. હાલમાં નિવૃત જીવન ગાળે છે. તેઓને મોબાઈલ પર પરથી એક ઇસમે ફોન કર્યો હતો. પોતાની ઓળખ રાજ પટેલ તરીકે આપી હતી. રાજ પટેલે શેર ટ્રેડીંગનો ધંધો સારો છે. એમ કહી રોકાણ કરવાથી સારો ફાયદો મળશે તેવી લાલચ આપી હતી. તેમજ અમારા બ્રોકર ક્રિશ્ના શેઠને ત્યાં ડીમેટ એકાઉન્ટ ખોલાવો તો તમને ઓછા ચાર્જમાં સારો એવો નફો અપાવશે. તેમ કહી તેમના કસ્ટમર શાહિદભાઈનો નબર આપ્યો હતો. તમે તેને ફોન કરીને તપાસ કરી શકો છો તેમ કહ્યું હતું. ત્યારબાદ શાહિદભાઈ નામના ઇસમેં વૃદ્ધને ફોન કરીને ક્રિશ્ના શેઠ શેર માર્કેટના સારા એવા જાણકાર છે. તેઓનું કામકાજ અને નાણાકીય વ્યવહાર સારો છે. તેમ વાત કરી હતી. ત્યારબાદ વૃદ્ધ પર ક્રિશ્ના શેઠનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તમે અમારે ત્યાં શેર ટ્રેડીંગ માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવશો તો તમને સારો એવો નફો કરાવી આપીશું, અમારી ઓફીસ અમદાવાદ ખાતે આવેલી છે. તેમજ અમે નફા ઉપર 1 ટકા કમીશન લઈશું વગેરે વાતો કરી વૃદ્ધને વિશ્વાસમાં લઇ લીધા હતા, અને વૃદ્ધે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું.

એક વાર નફો કરાવી વિશ્વાસ કેળવ્યો
ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા બાદ વૃદ્ધને 5 લાખનું રોકાણ કરવા કહેતા વૃદ્ધે 40 હજારનું રોકાણ કર્યું હતું. જેમાં તેઓને 15 હજારનો નફો કરાવ્યો હતો. જેથી વૃદ્ધે બીજા 40 હજાર અને બાદમાં ૩ લાખનું રોકાણ કર્યું હતું. જેમાં તેઓને 3.76 લાખ્કનો નફો થયો હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે નફો તેઓના બેંક ખાતામાં જમા કરાવ્યા ન હતા. ત્યારબાદ ક્રિશ્ના શેઠ નામના ઇસમેં ફોન કરીને ગોલ્ડ અને સિલ્વરમાં ટ્રેડ કરેલા જેમાં 41 લાખની ખોટ આવી છે. જેથી તમે માર્જીનના રૂપિયા મોકલો કહીને વૃદ્ધને અમારા માણસો આવશે. તમને ઘરેથી ઉચકી જશે તેવી ધમકીઓ આપી હતી.

વૃદ્ધાએ સાયબર સેલમાં ફરિયાદ નોધાવી
યેનકેન પ્રકારે સતત ફોન કરીને નાણાની ઉઘરાણી કરવામાં આવતા અને ઉચકી જવાની ધમકીઓ આપવામાં આવતા ડરી ગયેલા વૃદ્ધે 32.65 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધે ડીમેટ એકાઉન્ટના સ્ટેટમેંન્ટની માંગણી કરતા તેઓને ગલ્લા તલ્લા કરવામાં આવી ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધે રાજ પટેલ, ક્રિશ્ના શેઠ અને સાહીદ ભાઈને ફોન કરતા તેઓનો ફોન બંધ આવતો હતો. જેથી પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા વૃદ્ધે આ સમગ્ર મામલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મહેસાણાથી ઠગને પકડી લાવી
આ સમગ્ર બનાવમાં તપાસ કરી રહેલી સુરત સાયબર સેલની ટીમે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેથી રાકેશ કાંતિભાઈ શંકરભાઈ પ્રજાપતિની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. સુરત સાયબર સેલના એસીપી યુવરાજ ગોહિલે જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ગુનામાં અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે કે, કેમ તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર જનતાને અપીલ છે કે, કોઈ પણ અજાણ્યો વ્યક્તિ ફોન કરીને કોઈ પણ સ્કીમમાં રોકાણ કરવાથી ઓછા સમયમાં નફાની લાલચ આપે તો તે લાલચમાં ન આવી ને ખરાઈ કર્યા વિના નાણાકીય વ્યવહાર ના કરવો જોઈએ.

Continue Reading

Previous: સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની પાર્કિંગની સમસ્યા નિવારવા મિકેનાઈઝ પાર્કિંગ માટે આયોજન
Next: 189 જેટલી ગુજરાતી ફિલ્મોને સરકારે 47 કરોડની સહાય ચૂકવી, ચાલુ વર્ષે 43 ફિલ્મોને સહાય ચૂકવાશે

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
WhatsApp Image 2025-05-23 at 6.42.11 PM
  • BUSINESS

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ-2025 માં વરાછા કો-ઓપ. બેંકને ત્રણ એવોર્ડ એનાયત

Real May 23, 2025
WhatsApp Image 2025-02-24 at 5.32.23 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંકની ઉત્રાણ વિસ્તાર ખાતે ૨૮મી શાખાનો શુભારંભ, લોકોને મળશે ઝડપી અને આધુનિક બેન્કિંગ સેવા.

Real February 24, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.