
વલસાડ 9
ખેરગામ તાલુકાના જામનપાડા ગામે પાણી પુરવઠા દ્વારા ચાલી રહેલ પ્રોજેકટ વાળી જમીન પર રહેલ ઝાડો. ગાયબ થઈ જતા લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે આ જમીન ગ્રામપંચાયત હસ્તક હોવાને કારણે જામનપાડા ગ્રામપંચાયત પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે
મળેલી વિગતો પ્રમાણે જામનપાડા ગ્રામપંચાયતની પાછળ આવેલ હનુમાનજી ડુંગરી પર રહેલ સરકારી જમીનના જુના સર્વે નમ્બર 682 નવા સર્વે નંબર 659 તેમજ જુના સર્વે નમ્બર 698 અને નવો સર્વે નમ્બર 664ની જમીન પર 11- 8-2020 ના રોજ જામનપાડા ગ્રામપંચાયતની સામાન્ય સભામાં ખેરગામ જૂથ પાણી પૂરવઠા યોજના માટે ફિલ્ટર પ્લાન્ટ, સંપ ,ઊંચી ટાંકી, પમ્પરૂમ ,સ્ટોર બનાવવા માટેનો ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો જે બાદ 1-6-2022ના રોજ આ જમીન પર 18 મહિનાના સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની શરત સાથે પાણીપૂર્વઠા વિભાગ દ્વારા ડીએન કન્સ્ટ્રકશન પાલનપુરને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે ડીએન કન્સ્ટ્રકશન દ્વારા પાણીપૂર્વઠા અંતર્ગત 76,19,45,117 રૂપિયાના ખર્ચે પાણીના પ્રોજેકટની કામગીરી શરૂ કરવામાં માં આવી છે કરોડોનો અહીં કામગીરી અહીં શરૂ થઈ છે પરંતુ કોઈ અધિકારી અહીં નજરે પડતા નથી ! આ પ્રોજેકટ અંતર્ગત 16 ગામના લોકોનો પાણીની સુવિધા મળશે જેને લઇ લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે પરંતુ જે જમીન પર પાણીનો પ્રોજેકટ ચાલી રહ્યો છે તે જમીન પર રહેલ સૈકડો ઝાડો ગાયબ થાયા હોવાનું ગામના કેટલાક લોકો આક્ષેપ કરી રહ્યા છે ગામના કેટલાક આગેવાનો જણાવી રહ્યા છે કે ભૂતકાળમાં જામનપાડા ગ્રામપંચાયતે સામાજિક વાનીકરણ વિભાગને પલાન્ટેશન માટે ઠરાવ કરીને ગામમાં લગભગ આશરે 16 વિઘા જેટલી જમીન ફાળવી આપી હતી જેમાં પલાન્ટેશન કરવામાં આવ્યા હતા પાણીના પ્રોજેકટ વાળી ઉપરોક્ત સર્વે નમ્બર વાળી જગ્યાનો પણ તેમાં સમાવેશ થાય છે
ચીખલી સામાજિક વનીકરણ વિભાગે અહીં પલાન્ટેશન કર્યું હતું કે કેમ? કારણ કે ગામના અનેક આગેવાનો અહીં રહેલ સૈકડો ઝાડો પ્રોજેકટ શરૂ થતાની સાથે જ ગાયબ થયા હોવાનું જણાવી રહ્યા છે જો કે સામાજિક વનીકરણ વિભાગના ચીખલી રેન્જના ફોરેસ્ટ ઓફિસર પાટીલે ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે આ પલાન્ટેશન અગાઉના અધિકારીના સમયનો હશે અને જો સામાજિક વનીકરણ વિભાગે પલાન્ટેશન કર્યું હશે તો ત્રણ વર્ષ બાદ ગ્રામપંચાયતને સુપ્રત કરી જ દીધો હશે. પલાન્ટેશન થયેલ ઝાડોની દેખરેખ ગ્રામ પંચાયતે નિમણુંક કરેલ સમિતિએ કરવાનું હોય છે એમ કહી અધિકારીએ પોતાનો બચાવ કરી લીધો હતો પરંતુ હાલમાં જ હોળીના તહેવાર અગાઉ ફોરેસ્ટ વિભાગના બે કર્મચારીઓ ચાલી રહેલ આ કામ અટકાવ્યો હતો કર્મચારીઓએ ચાલી રહેલ કામ કેમ અટકાવ્યો હતો એ પણ તપાસનો વિષય છે? ગામના ડેપ્યુટી સરપંચ હરીશભાઈ એ જણાવ્યું હતું કે ગામમાં કરોડોના ખર્ચે પાણીપૂર્વઠાએ કામ શરૂ કર્યું છે પરંતુ ગ્રામપંચાયત પાસે મંજૂરી મેળવી નથી
બીજી તરફ જામનપાડા ગ્રામપંચાયતના વર્તમાન સરપંચના પતિ અને અને ગ્રામપંચાયતના હાલમાં ચૂંટાયેલ સભ્ય કરસનભાઈ એ પણ ગાયબ થઈ ગયેલ આ ઝાડોની જવાબદારી લીધી ન હતી મીડિયાને નિવેદન આપતા તેવોએ જણાવ્યું હતું કે પાણી પુરવઠાના પ્રોજેકટ વાળી જમીન પર થોડા જ ઝાડો હતા જે ઝાડોને કામ કરી રહેલ જેસીબી દ્વારા કાઢી નાખવામાં આવ્યા હતા અને કાઢી નાખેલ ઝાડોને ગામના લોકો લેતા ગયા હતા મીડિયા એ પૂછ્યું કે તમામ ઝાડો લોકો લઈ ગયા કે કેમ ? જવાબમાં તેવોએ જણાવ્યું હતું કે અવાર નવાર લોકો અહીં થી ઝાડો કાપી લઈ જવાને કારણે અહીં ઝાડો હતા જ નહીં. કરસન ભાઈનું આ કથન નવસારી જિલ્લા સામાજિક વાનીકરણ વિભાગની કામગીરીસામે સણસણતો પ્રશ્રો ઉભો કર્યો છે હવે ગાયબ થયેલ ઝાડો સામાજિક વનીકરણ વિભાગ હેઠળ હતા ? કે ગ્રામપંચાયત હેઠળ હતા ? તે તપાસનો વિષય છે પરંતુ પાણી પુરવઠાના ચાલી રહેલ પ્રોજેકટ હેઠળ ઝાડો ગાયબ થઈ જતાં જામનપાડા ગ્રામપંચાયત સહિત નવસારી જિલ્લા સામાજિક વનીકરણ અને પાણીપૂર્વઠા વિભાગની કામગિરી બાબતે લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી રહી છે