
દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને ઈડીએ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતા
ઈડીએ સિસોદિયાની વધુ 7 દિવસની રિમાન્ડ માગ્યા પણ કોર્ટે 5 દિવસના મંજૂર કર્યા
દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી ઇડીએ આપ નેતા મનીષ સિસોદિયાની કસ્ટડી પૂરી થયા બાદ આજે તેમને રાઉઝ એવેન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતા. ઈડીએ સિસોદિયાના વધારે 7 દિવસનાં રિમાન્ડની ડિમાન્ડ કોર્ટમાં કરી હતી જ્યારે કોર્ટે 5 દિવસના રિમાન્ડ માટે મંજૂરી આપી છે.
હવે આ તારીખે કોર્ટમાં હાજર કરાશે
હવે મનીષ સિસોદિયાને 22 માર્ચે કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટે પોતાના આદેશમાં મનીષ સિસોદિયાને પોતાના ઘરેલૂ ખર્ચાઓ માટે ચેક પર હસ્તાક્ષર કરવા અને જપ્ત કરવામાં આવેલા બેન્કનાં ખાતાઓનો ઉપયોગ કરવાની પણ પરવાનગી આપી છે. આ પહેલા સુનાવણી દરમિયાન સિસોદિયાનાં વકીલે દાવો કર્યો કે પૂછપરછનાં નામ પર એજન્સી માક્ષ અહીં-ત્યાં બેસે છે. 7 દિવસમાં માત્ર 11 કલાકની પૂછપરછ કરી છે. ઈડીએ કોર્ટમાં કહ્યું કે તપાસ અત્યારે મહત્વના વળાંક પર છે. જો અત્યારે કસ્ટડી ન મળી તો સમગ્ર મહેનત બેકાર જશે.