સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ઉતારવામાં આવશે.
એક્સપ્લોઝિવ કંટ્રોલ બ્લાસ્ટ સિસ્ટમ શું છે?
આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.
કુલિંગ ટાવરનો 30 વર્ષનો સમય પૂર્ણ થતા ઉતારવામાં આવશે
સરકારી પાવર સ્ટેશનોની અંદરની જે ટાવરો હોય છે તેના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. તેના નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ તેને ડિમોલિશન કરવાનું હોય છે. સુરત ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. જેને 2017માં 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કુલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો. આવતીકાલે સવારે 11 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન ડિમોલિશન કરવામાં આવશે.
કુલિંગ ટાવરનો 30 વર્ષનો સમય પૂર્ણ થતા ઉતારવામાં આવશે
સરકારી પાવર સ્ટેશનોની અંદરની જે ટાવરો હોય છે તેના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. તેના નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ તેને ડિમોલિશન કરવાનું હોય છે. સુરત ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. જેને 2017માં 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કુલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો. આવતીકાલે સવારે 11 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન ડિમોલિશન કરવામાં આવશે.
શું તકેદારી લેવામાં આવી?
કુલિંગ ટાવર સિમેન્ટ કોંક્રિટના મટિરિયલથી બન્યો હોવાથી બ્લાસ્ટ થતાની સાથે ખૂબ મોટા પ્રમાણમાં ધડાકાભેર અવાજ આવશે તેમજ ધૂળની ડમરીઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં સર્જાશે. સિમેન્ટ કોંક્રિટની ધૂળની ડમરીઓ હોવાથી આસપાસના વિસ્તારમાં પણ ફેલાશે અને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા તો આંખમાં પણ સિમેન્ટ કોંક્રિટના રજકણો જાય તો નુકસાન થઈ શકે છે. પાવર સ્ટેશન તરફથી આસપાસના વિસ્તારનો સર્વે કરી લેવામાં આવ્યો છે. લોકોએ આ સમય દરમિયાન અવાજ આવે તો તેનાથી કોઈ પણ પ્રકારે ભયભીત ન થવા માટે કહેવામાં આવ્યું છે. આ સમય દરમિયાન માસ્ક પહેરવું દરેક વ્યક્તિ માટે હિતાવહ રહેશે એ પ્રકારની માહિતી પણ આપવામાં આવી છે. માસ્ક પહેરવાથી જે ડસ્ટ ઊડશે તે ડસ્ટ શ્વાસમાં ન જાય તેના માટે જરૂરી છે. પોતાના પ્લાન્ટના કર્મચારીઓ પણ કુલિંગ ટાવર નજીક ન જાય તેના માટે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. ડિમોલિશન દરમિયાન પોલીસ સ્ટાફને પણ ગોઠવવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓની પણ હાજરી રહેશે. ફાયર સેફ્ટી માટેનું પણ પહેલાંથી જ આયોજન કરી દેવાયું છે.
ડિમોલિશન માટેની તમામ તૈયારીઓ કરી લેવાઇ
ઉત્રાણ પાવર સ્ટેશનના ઇન્ચાર્જ આર આર પટેલ જણાવ્યું કે કુલિંગ ટાવરને ઉતારી લેવા માટેની પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સંબંધિત તમામ વિભાગને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ આ બાબતે વિગતવાર માહિતી આપી દેવામાં આવી છે. અમારા તમામ કર્મચારીઓને પણ વિશેષ સૂચના આપી દેવામાં આવી છે. આસપાસના રસ્તાઓ બંધ રહે તે માટે પણ અમે ખાસ કાળજી રાખી છે. 250 મીટર જેટલા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઊડી શકે છે. જેની ખાસ માહિતી સ્થાનિક લોકોને આપવામાં આવી છે. અમારી ટીમ દ્વારા વારંવાર સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી અને સર્વેમાં જે પણ બાબતોથી લોકોને જાગૃત કરી શકાય એવી તમામ માહિતી તેમને આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં કુલિંગ ટાવર ઉતારવાની આ બીજી ઘટના
કૈલાસ મેટલ કોર્પોરેશન કંપનીના સાઈડ ઇન્ચાર્જ પદમગીરી ગોસ્વામીએ જણાવ્યું કે કુલિંગ ટાવરના જે 72 જેટલા પિલરો છે એ પિલરોની અંદર એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવ્યા છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અમને આ એક્સપ્લોઝિવ પૂરા પાડવામાં આવ્યાં છે. પ્રવાહી પદાર્થમાં આ એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ રિમોટ કંટ્રોલ દ્વારા તેને બ્લાસ્ટ કરવામાં આવશે. માત્ર 10થી 15 સેકન્ડમાં જ આ વિશાળ કુલિંગ ટાવર ઉતારી લેવાશે. ગુજરાતમાં અગાઉ ગાંધીનગર ખાતે કુલિંગ ટાવર ઉતારવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ બીજી ઘટના છે જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કુલિંગ ટાવર ઉતારવામાં આવશે.