Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • મુસાફરોનો ધસારો:સુરત ST બસ વિભાગે હોળી-ધૂળેટીને લઈને છેલ્લા 4 દિવસમાં 565 એક્સ્ટ્રા બસો દોડાવી, 73 લાખથી વધુની આવક મેળવી
  • GUJARAT

મુસાફરોનો ધસારો:સુરત ST બસ વિભાગે હોળી-ધૂળેટીને લઈને છેલ્લા 4 દિવસમાં 565 એક્સ્ટ્રા બસો દોડાવી, 73 લાખથી વધુની આવક મેળવી

Real March 6, 2023
h6jbt10g
Spread the love

હોળી ધુળેટીના તહેવારને કારણે સુરત ડેપો ઉપર મુસાફરોનો ધસારો.

હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી માદરે વતન જવા માટે સુરત એસટી બસ ડેપો ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે વતન જઈ રહ્યા છે. તો બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. છેલ્લા 4 દિવસમાં એસટી વિભાગે 565થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવી હતી. જેને લઈને 73 લાખથી વધુની આવક એસટી વિભાગને થઇ છે.

વધારાની બસો દોડાવતા મુસાફરોને રાહત
સુરતએ મીની ભારત તરીકે જાણીતું શહેર છે. અહીં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છતીસગઢ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે. વાર-તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે. ત્યારે હોળી ધૂળેટીના પર્વને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે. સુરતના એસટી બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ છોટાઉદેપુર તરફ મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોની ભીડને ધ્યાને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી હતી.

મુસાફરોની ભીડને ધ્યાને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી.

એસટી વિભાગને થઈ આવક
સુરત એસટી વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે સુરત એસ.ટી. વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વ નિમિત્તે તારીખ 3, 4 અને 5ના રોજ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં અંદાજીત 50 હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો છે. તેમજ એસટી વિભાગને 73 લાખથી વધુની આવક થવા પામી હતી.

ક્યાં કેટલી એસટી બસો દોડી?
સુરતથી દાહોદ 156, સુરતથી ઝાલોદ 200, સુરતથી લુણાવાડા 11, સુરતથી છોટાઉદેપુર 10, સુરતથી કાવટ 7, રામનગર ઝાલોદ 58, સુરતથી અમદાવાદ 16 અને ગોરીગરમાં 107 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રાહુલે 7 વખત વિદેશથી મોદી સરકારને ઘેરી:BJPએ કહ્યું-ભારતને બદનામ કરવાની કોશિશ, એક્સપર્ટ પાસેથી જાણીએ રાહુલને શું ફાયદો થઈ શકે છે
Next: હાઇકોર્ટ સમક્ષ પાલિકા કમિશનરે માંગી માફી:સુરત પાલિકા કમિશનર કોર્ટમાં હાજર રહ્યા, લિંબાયતમાં પ્લોટનો કબજો મૂળ માલિકને બદલે અન્યને સોંપી દેવાયો હતો

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.