Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • April
  • આવકવેરા વિભાગે ચેરિટેબલ ટ્રસ્ટ, પગારદાર સહિત 8 હજાર લોકોને નોટિસ ફટકારી, કરચોરીની આશંકા
  • BUSINESS

આવકવેરા વિભાગે ચેરિટેબલ ટ્રસ્ટ, પગારદાર સહિત 8 હજાર લોકોને નોટિસ ફટકારી, કરચોરીની આશંકા

Real April 18, 2023
1h0h5r8l
Spread the love

આગામી દિવસોમાં પણ વિભાગ અન્ય લોકોને નોટીસ મોકલી શકે છે

અધિકારીઓના જણાવ્યા અનુસાર કરદાતાએ પોતાની કમાણી અનુરુપ દાન આપ્યુ નથી

આવકવેરા વિભાગે લગભગ 8 હજાર કરદાતાઓને નોટિસ મોકલી છે. આમાં એવા ચેરિટેબલ ટ્રસ્ટોનો સમાવેશ થાય છે કે જેઓ કરચોરીના પ્રયાસની શંકામાં મોટા દાન તરફ વળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેટા એનાલિટિક્સ દર્શાવે છે કે આ કરદાતાઓ તેમની આવક અને ખર્ચના પ્રમાણમાં દાન આપતા હતા. કંપનીઓ ઉપરાંત જે લોકોને નોટિસ મોકલવામાં આવી છે તેમાં પગારદાર અને સેલ્ફ એમ્પલોઈડનો પણ સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યુ હતું કે આ વ્યક્તિઓ અને સંસ્થાઓએ તેમની કમાણી મુજબ દાન આપ્યું નથી. આ લોકોએ કરમાંથી મુક્તિ મેળવવા અથવા ટેક્સ સ્લેબ ઘટાડવા માટે જરૂરી હોય તેટલી રકમ દાનમાં આપી છે. અધીકારીઓ હવે સ્વતંત્ર ટેક્સ નિષ્ણાતોની તપાસ કરી રહ્યા છે જેમણે આ વ્યવહારોની સુવિધા આપી હતી. સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ આ નોટીસ માર્ચના મધ્યમાં અને એપ્રિલના શરુઆતના દિવસોમાં મોકલવામાં આવી છે. નોટીસ એવા લોકોને મોકલવામાં આવી છે જેણે 2017-18 અને 2020-21ના રિર્ટન ફાઈલ દરમિયાન ગડબડી કરી છે. કેટલાક અન્ય લોકોને આગામી દિવસોમાં નોટીસ મોકલવામાં આવી શકે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર કરદાતાએ પોતાની કમાણી અનુરુપ દાન આપ્યુ નથી. એવા ઘણા લોકો છે જેણે ચેરિટેબલ ટ્રસ્ટો પાસેથી કમીશન આપીને દાનની પહોંચ મેવળી છે. આવકવેરા વિભાગ આ તમામ ટ્રસ્ટોને પણ ટ્રેક કરી રહ્યા છે જો કરદાતાઓને ફર્જી બિલ આપવાની ઓફર કરતા હોય છે. આ ચેરિટેબલ ટ્રસ્ટ પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો તપાસ દરમિયાન કોઈપણ વિસંગતતા જાણવા મળશે તો આવા ચેરિટેબલ ટ્રસ્ટો પાસેથી ટેક્સ મુક્તિનો દરજ્જો છીનવી લેવામાં આવશે. કરદાતાઓ માટેની છુટ તેમની કરપાત્ર આવક ઘટાડવા અને કર બચાવવા અને કેટલાક સારા લાંબા ગાળાના રોકાણો કરવા માટેનો વ્યવહારુ માર્ગ છે. કરદાતા કરમુક્તિનો દાવો કરીને તેના કરની રકમનો અમુક ભાગ અથવા તમામ બચત કરી શકે છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કેન્દ્ર સરકારની ટીમ સ્માર્ટ સિટી માટે સુરતની મુલાકાતથી પ્રભાવિત થઈ
Next: સાહેબ મિટિંગમાં છે:સુરતમાં AAPના કોર્પોરેટરો કેસરિયો કરવા હાંફળાફાંફળા, ‘યુવરાજ’ કોના?, બોલો.. ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ભાગીદારીમાં ખાણીપીણીની દુકાન ખોલી

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.