Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • એકસાથે બે સગી બહેનોનાં મોત:સુરતના હજીરામાં ઘરેથી રમવા ગયેલી બાળકીઓ તળાવમાં ડૂબી, દીકરીઓનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું
  • BUSINESS
  • ENTERTAINMENT
  • GUJARAT

એકસાથે બે સગી બહેનોનાં મોત:સુરતના હજીરામાં ઘરેથી રમવા ગયેલી બાળકીઓ તળાવમાં ડૂબી, દીકરીઓનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું

Real May 18, 2023
8n7axqpc
Spread the love

સુરતના હજીરામાં તળાવમાં ડૂબી જતાં બે સગી બહેનનાં મોત થયાં હોવાની ચકચારી ઘટના બની છે. બે સગી બહેનોનાં મોત થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તો પરિવાર સહિત સમગ્ર વિસ્તારમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં હજીરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંને બહેનોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

રમતાં રમતાં નજીકના તળાવમાં બંને બહેનો ડૂબી ગઈ
સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક ઘટના સામે આવી છે. હજીરા વિસ્તારમાં આવેલા AMNS ટાઉનશિપની અંદર આવેલા તળાવમાં એક છ વર્ષની અને નવ વર્ષની બે સગી બહેનો ડૂબી જતાં મોતને ભેટી છે. ટાઉનશિપમાં ઘર બહાર બંને બહેનો રમવા ગઈ હતી. રમતાં રમતાં નજીકના તળાવમાં બંને ડૂબી ગઈ હોવાની ઘટના બની છે.

આ બનાવ અંગેની મળતી વિગત મુજબ, ઘટનામાં છ વર્ષની રેણુપ્રિયા મહેન્દ્ર વેલાઈદમ અને નવ વર્ષની કીગુલવેની મહેન્દ્ર વેલાઈદમનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. બંને બાળકી ઘર નજીક રમવા ગઈ હતી. ત્યાર બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવાર દ્વારા બંનેની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે શોધખોળ બાદ બંને બાળાઓ AMNS કંપનીના ટાઉનશિપમાં આવેલા તળાવમાંથી મૃત હાલતમાં મળી આવી હતી.

પરિવાર અને ટાઉનશિપના સ્થાનિકો દ્વારા બંને બાળાને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી. બંને સગી બહેનો તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાળકીના પિતા હજીરામાં આવેલી AMNS કંપનીમાં નોકરી કરે છે અને પત્ની બે બાળકી સાથે કંપનીના ટાઉનશિપમાં જ ઘણાં વર્ષોથી રહે છે. ત્યારે પરિવારની બંને દીકરી એકસાથે મોતને ભેટતાં પરિવાર સહિત ટાઉનશિપના સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરત એરપોર્ટની સુવિધામાં વધારો:એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તૃતીકરણની કામગીરી 94% પૂર્ણ, બિલ્ડિંગ બન્યા બાદ દર કલાકે 1800 મુસાફરોની અવરજવર થશે
Next: ‘The Kerala Story’ પશ્ચિમ બંગાળમાં રિલીઝ થશે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવ્યો

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.