
તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
જમ્મુ-કાશ્મીરથી એક મોટી દુર્ધટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આવેલા કિશ્તવાડ જિલ્લામાં એક ગામમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ હેલીકોપ્ટરમાં 2 થી 3 લોકો સવાર હતા. ભારતીય સેનાને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ખરાબ વાતાવરણના કારણે થઈ દુર્ધટના
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. સેનાના ત્રણ અધિકારીઓ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ માટે બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી છે.