Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • અમદાવાદમાં બનશે NIAનું વડુ મથક, ગૃહમંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યું જાહેરનામું
  • INDIA

અમદાવાદમાં બનશે NIAનું વડુ મથક, ગૃહમંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

Real May 3, 2023 1 minute read
3oanw7gx
Spread the love

NIAના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટેનું જાહેરનામું બહાર પડાયું

અમદાવાદ, તા.03 મે-2023, બુધવાર

ગુજરાત એક સરહદી રાજ્ય છે. ઉપરાંત રાજ્યના સરહદી વિસ્તારો તેમજ દરિયાકાંઠાઓથી માદક પદાર્થો, હથિયારો સહિતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહી છે. એટલું જ નહીં ગુજરાત રાજ્યની સરહદો પાકિસ્તાનની બોર્ડર સાથે પણ જોડાયેલી છે, તેથી ગુજરાતની સરહદ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગણાય છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી ગૃહમંત્રાલયે આજે મહત્વનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયે ગુજરાતના અમદાવાદમાં આવેલા જગતપુરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)નું વડુ મથક બનાવવાનો નિર્ણય લીધો છે અને તેને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે.

NIAના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ

દેશમાં કાઉન્ટર ટેરરિઝમ એજન્સી તરીકે કાર્યરત NIAનું પોલીસ સ્ટેશન અમદાવાદમાં કાર્યરત થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા મંજૂરી અપાઈ છે. ઉપરાંત રાજ્યના ગૃહમંત્રાલયે NIAના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટેનું પણ જાહેરનામું બહાર પાડ્યું છે.

ગૃહ મંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

રાજ્યની સુરક્ષાને ધ્યાને રાખી અમદાવાદના જગતપુરમાં NIAનું પોલીસ સ્ટેશન શરૂ થાય તે માટે ગૃહ વિભાગે મંજુરીની મહોર મારી દીધી છે અને તે માટે મંત્રાલયે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ દ્વારા પણ NIAના વાહનોને લઈ મોટો નિર્ણય કર્યો છે. વાહન વ્યવહાર વિભાગે NIAને વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

NIAના અધિકાર ક્ષેત્રમાં સમગ્ર ગુજરાત

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ NIAને અમદાવાદના SG હાઈવે ઉપર કચેરી અપાઈ હતી, જેમાં NIA દ્વારા મહત્વપૂર્ણ કેસોની તપાસ ચાલતી હતી. જોકે રાષ્ટ્રીય તપાસ એજન્સી હવે ગુજરાતમાં પણ કેસ દાખલ કરી શકશે અને તેના અધિકારમાં સમગ્ર ગુજરાત રહેશે. ગૃહ વિભાગે તા.26 મી એપ્રિલે જાહેરનામુ બહાર પાડ્યું હતું, તો વાહન વ્યવહાર વિભાગે 28મી એપ્રિલે જાહેરનામું બહાર પાડી NIAના વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તી આપી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: શરદ પવાર બાદ NCPમાં રાજીનામાનો દોર શરૂ: જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ આપ્યા રાજીનામા
Next: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સૈન્યનું હેલિકોપ્ટર થયું ક્રેશ, 2-3 લોકો સવાર હોવાના અહેવાલ, રેસ્ક્યૂ શરૂ

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.