
આ બેઠકમાં પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો
NCP તરફથી થોડીવારમાં યોજાશે પ્રેસ કોન્ફરન્સ
એનસીપીની કમિટીએ શરદ પવારના રાજીનામાને નામંજૂર કરી દેતાં તેમને અધ્યક્ષ પદે યથાવત્ રહેશે. શરદ પવારને અધ્યક્ષ બનાવી રાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામાની જાહેરાત કરી હતી અને તેના બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જગાવી હતી. આ બેઠકમાં પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એનસીપીના દફ્તરની બહાર એનસીપીના કાર્યકરો દ્વારા જોશભેર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. શરદ પવારના સમર્થનમાં અહીં સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે
સમિતિએ પવારને તેમનો કાર્યકાળ પૂરો કરવા વિનંતી કરી
નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ પ્રફુલ્લ પટેલે પત્રકાર પરિષદ દ્વારા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, શરદ પવારે 2 મેના રોજ અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. તેના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. તેમણે આગળની કાર્યવાહી માટે અને નવા પ્રમુખની પસંદગી માટે પક્ષના નેતાઓની એક સમિતિની નિમણૂક કરી. આજે અમારી કમિટીની બેઠક હતી. આમાં અમે પવારને તેમનો કાર્યકાળ પૂરો કરવા વિનંતી કરી છે.