Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી
  • GUJARAT

ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

Real May 1, 2023
8j8vfua1
Spread the love

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળે ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીમાં સતત બીજા દિવસે વાતાવરણ પલટો
અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. જિલ્લાના મેઘરજ અને માલપુર પંથકમાં વરસાદી ઝાપટાં આવ્યાં બાદ સમી સાંજે બાયડ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર પવન સાથે વરસાદ ખાબક્યો છે. બાયડના તેનપુર, જીતપુર, ભૂંડાસણ, આંબલિયારા ગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેમજ મેઘરજ અને મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાંમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરિયાધાર સહિતના વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેને લઇને બાબરિયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેમાં એક ટ્રક તણાઇ આવતા જી.આર.ડી જવાનોએ રેસ્ક્યૂ કરીને પાંચ લોકોનો જીવ બચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

આજે આ જગ્યાએ વરસાદ પડી શકે
આજે 01 મેના રોજ રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

2જી મેએ રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
2જી મેએ ગુજરાતમાં ગાજવીજ અને વાવોઝોડા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેશે.

3જી મેએ રાજ્યના ચારેય ઝોનમાં માવઠાની શક્યતા
3જી મેએ ગુજરાતમાં ગાજવીજ અને વાવોઝોડા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદ, મધ્ય ગુજરાતના દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી; સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છ વરસાદ પડશે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેશે.

નદીમાં પાણી આવતા એક ટ્રક અને 5 લોકો ફસાયા
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી પ્રમાણે કચ્છ, અંજાર, ભુજના વિસ્તારમાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ નોંધાયો છે. તો અમરેલી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલી. રાજુલા, બાબરિયાધાર, બર્બટાણા સહિતના વિસ્તારમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી. ભારે વરસાદને પગલે બાબરિયાધારની ઘીયળ નદીમાં પૂર આવતા એક ટ્રક અને 5 માણસો ફસાયા હતા. આ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે જી.આર.ડી જવાનો દ્વારા 5 માણસોને નદીમાંથી રેસ્ક્યૂ કરી બચાવવામાં આવ્યા હતા..

કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ
અમરેલીના કાગદડીમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ઉનાળુ પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ કેરીનો પાક ઉતારવાનો સમય છે, ત્યારે કમોસમી વરસાદથી કેરીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ વરસાદી વાતાવરણ રહેશે. જેમાં અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર તો અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સુરતમાં ગઈકાલે વહેલી સવારે વરસાદ વરસ્યો
ગઈકાલે સુરત શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે

સાપુતારાના વાતાવરણમાં ઠંડક પ્રસરી
દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. સવારના સમયે ગિરિમથક સાપુતારા તેમજ સુબીર તાલુકામાં વરસાદ વરસતા ડુંગળીનો પાક લઈ રહેલા ખેડૂતો પાકને બચાવવા દોડતા થઈ ગયા હતા. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ પડતા સાપુતારાનું વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો હતો.

સાવચેતીના ભાગરૂપે આ પગલાં લેવાં
ઘરની અંદર રહો, બારીઓ અને દરવાજા બંધ રાખો અને શક્ય હોય તો મુસાફરી કરવાનું ટાળો.
સુરક્ષિત આશ્રયસ્થાનો લો , ઝાડ નીચે આશ્રય ન લો
ક્રોંકીટ ફ્લોર પર સૂવું નહીં અને ક્રોંકીટની દીવાલ પાસે ઊભા ના રહો
ઈલેક્ટ્રિકલ-ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોને અનપ્લગ કરો.
તરત જ જળાશયોમાંથી બહાર નીકળો
વીજળીનું સંચાલન કરતી તમામ વસ્તુઓથી દૂર રહો.

 

Continue Reading

Previous: સુપ્રીમ કોર્ટને લગ્ન રદ કરવાનો અધિકાર, 5 જજોની બંધારણીય બેંચનો મોટો નિર્ણય
Next: સાયન્સ સેન્ટર બન્યુ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર:એક વર્ષમાં 6 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી, ડાયનાસોર બાળકોની પ્રથમ પસંદગી બન્યાં

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.