
વૃદ્ધ દાદી અને અનાથ બાળકોના ગમે ત્યારે તૂટી પડે એવા જર્જરિત ઘર માટે મદદ કરવા માટે વિડિયો હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અંકિત ગામીત દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે વાયરલ થતાં HRK HELP GROUP SURAT ની ટીમ પાસે પહોચ્યો હતો.જે બાદ HRK HELP GROUP SURAT ના કાર્યકર્તા પંકજભાઈ સુતરીયા તેમજ ટીમ દ્વારા મુલાકાત કરીને જાત મુલાકાત લીધી હતી તેમજ નવું ઘર બનાવી આપવા દાતાઓને રજૂઆત કરી હતી.
નોધારા પરિવારને મદદ માટે ડાયમંડ માર્કેટ ગ્રુપ મુંબઈ દ્વારા ઘર બનાવવા તમામ ફંડ આપવાનું જણાવતા ઘર બનાવવાની તાત્કાલિક ધોરણે શરૂઆત કરવામાં આવી હતી. જે ૨૦ દિવસ બાદ ઘરનું કામ પૂર્ણ થયું હતું. ઘર બનાવવા દરમિયાન મગરકૂઈ ગામના યુવા કૃપલ ગામીત તેમજ પાડોશીઓનો ખુબ જ સાથ સહકાર મળ્યો હતો. સૌ એક પરિવારની જેમ મળીને ઘર તૈયાર કરવામાં મદદરૂપ બન્યા હતાં.
આજ રોજ ઘરનું ઓપનિંગ અનાથ બાળકો ઉજ્વલ અને કૃણાલ દ્વારા રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. તેમજ hrk હેલ્પ ટીમ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ અનાથ બાળકો અને વૃદ્ધ દાદીના નવા ઘરના ઘર પ્રવેશ મા ટીમ hrk હેલ્પ ટીમ, ડાયમંડ માર્કેટ ગ્રુપ મુંબઈ, ટીમ હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
HRK HELP ટ્રસ્ટ દ્વારા આ બાળકોને રહેવા માટે ઘર, બાળકો ભણે અને કમાઈ શકે ત્યાં સુધી અભ્યાસ માટે જવાબદારી, ૨ સાયકલ , વાસણો , કરિયાણું , કઠોળ અનાજ વગેરે જેવી તમામ મદદ પૂરી પાડવામાં આવી છે. ટ્ર્સ્ટ વિશેની વધુ માહિતી અને દાન આપવા માટે સંપર્ક કરો : +91 77779 98777 (HRK) … +91 97229 08804 (PANKAJBHAI)