
આગામી 14 જુલાઈના રોજ ભારત વધુ એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ઈસરો દ્વારા ચંદ્રયાન-3નું લોન્ચિંગ કરવામાં આવશે. જેને લઇને સુરતમાં ચંદ્રયાન-3ની આબેહૂબ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી 8 મહિલાઓ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં સૌથી નાની ઉંમર માત્ર 10 વર્ષની બાળકી બે દિવસ સ્કૂલમાં રજા રાખી જોડાઈ હતી.
આઠ મહિલાઓએ 13X7 ફૂટની રંગોળી બનાવી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 14 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જેથી ઈસરોના ચંદ્રયાન-3 ઉપર વિશ્વભરની નજર છે. ત્યારે સુરતમાં પણ આ લોંચિંગને બિરદાવવા માટે અંજલિ આર્ટની 8 મહિલાઓ દ્વારા 13X7 ફૂટની ચંદ્રયાન-3ની રંગોળી બનાવવામાં આવી છે. જેને બનાવવામાં 24 કલાક જેટલો સમય લાગ્યો હતો.

14 જુલાઇએ ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવશે
અંજલિ આર્ટના અંજલીબેન સાલુંકેએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3ની રંગોળી બનાવી છે. ચંદ્રયાન-3 14 જુલાઈએ 2.30 કલાકે લોન્ચ થવાનું છે. ચંદ્રયાન-2 પણ સફળ જ કહેવાય કેમ કે, અહીંથી ગયા બાદ ત્યાં કંઈ પ્રોબ્લેમ થયો હતો. હવે એ પ્રોબ્લેમ સુધારી ઈસરો દ્વારા ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવશે. જેથી અમે વિચાર્યું કે લોકો સુધી આ પહોંચાડવું જોઈએ. જેથી આ રંગોળી બનાવી છે.

રંગોળી 24 કલાકમાં પૂર્ણ કરી
વધુમાં જણાવ્યું હતું કે, આ રંગોળી બનાવી લોકોને જાણ કરવા ઈચ્છીએ છીએ કે, ચંદ્રયાન-3 લોન્ચ થવા જઈ રહ્યું છે. આ રંગોળીમાં અંજલિ આર્ટના ક્લાસની આઠ મહિલાઓ જોડાયેલી છે. આ રંગોળી બાવવાની કામગીરી ગઈ કાલે શરૂ કરી હતી. જે 24 કલાકમાં પૂર્ણ કરી દીધી છે.

10 વર્ષની બાળાએ સ્કૂલમાં રજા પાડી રંગોળી બનાવી
વધુમાં જણાવ્યું હતું કે, આ રંગોળી બનાવવમાં એક 10 વર્ષની બાળા પણ જોડાઈ છે. દ્રીશા પ્રજાપતિ ધોરણ 4માં અભ્યાસ કરી રહી છે. અંજલિ આર્ટમાં શીખી રહી છે. આ ચંદ્રયાન-3ની રંગોળીમાં બહુ સારી કામગીરી કરી છે. તે રંગોળી સહિતની ખૂબ જ સારી બનાવી લેશે. તેણી ભણવામાં ખૂબ જ હોશિયાર છે તેને સ્કૂલમાંથી રજા પણ આપવાના આવે છે. આ રંગોળી બનાવવા માટે તેણે બે દિવસની રજા રાખી હતી.
રંગાળીમાં 7 કિલો વિવિધ કલરનો ઉપયોગ
આ રંગોળી બનાવવામાં 8 મહિલાઓ જોડાયેલી હતી. જેમાં દ્રીશા પ્રજાપતિ, ભ્રાંતિ પ્રજાપતિ, અંજલિ સાલુંકે, ફાલ્ગુની પ્રજાપતિ, શયમી કોઠારી, નિરાલી જોશી, મનીષાબેન અને વિભૂતિ પટેલનો સમાવેશ થાય છે. આ રંગોળીમાં અંદાજે 6થી 7 કિલો જેટલા વિવિધ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
