Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • જીવના જોખમે આવી મોજ મસ્તી મોંઘી ન પડે!:સુરતમાં તાપી નદીનું સ્તર વધતા કોઝ-વે વાહનો માટે બંધ, બંદોબસ્તનો અભાવ, છૂટો દોર મળતા લોકો સેલ્ફી લેવા ઊમટ્યા, પોલીસની પેટ્રોલિંગની વાત હવામાં
  • GUJARAT

જીવના જોખમે આવી મોજ મસ્તી મોંઘી ન પડે!:સુરતમાં તાપી નદીનું સ્તર વધતા કોઝ-વે વાહનો માટે બંધ, બંદોબસ્તનો અભાવ, છૂટો દોર મળતા લોકો સેલ્ફી લેવા ઊમટ્યા, પોલીસની પેટ્રોલિંગની વાત હવામાં

Real July 10, 2023
jkddzosi
Spread the love

સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીના જળસ્તરમાં વધારો થતાની સાથે જ કોઝ-વે બંધ કરી દેવાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી જળસ્તરમાં વધારો થતો હોવાને કારણે હજી પણ કોઝ-વે વાહન વ્યવહાર માટે બંધ છે. જો કે, બંદોબસ્તના અભાવે લોકોને છૂટો દોર મળી ગયો છે. જાણે આ મોજ મસ્તીનું સ્થળ બની ગયું હોય તેમ જીવના જોખમે લોકો કોઝ-વે પર બિન્દાસ્ત ફરી સેલ્ફી લઈ રહ્યા છે. લોકો કોઝ-વેની વચ્ચે આવી સેલ્ફી લેતા વીડિયોમાં નજરે પડી રહ્યા છે. અગાઉ આવા વીડિયો સામે આવતા રાંદેર પોલીસે પેટ્રોલિંગ કરવાની વાત કરી હતી. પરંતુ આ વાત પોકળ સાબિત થઈ રહી છે.

કોઝ-વે પર વાહન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ
સુરતનો કોઝ-વે ઓવરફ્લોર થતાની સાથે જ કોર્પોરેશન દ્વારા તેને છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. કોઝ-વેની સપાટી 6 મીટર કરતાં વધુ પાણીનું વહનને જોતા બંધ કરી દેવાયો હતો. વાહન વ્યવહાર માટે પણ કોઝ-વે બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે, ઓવરફ્લો થયેલા કોઝ-વે ઉપર વાહન ચલાવવું જોખમી પૂરવાર થઈ શકે છે.

કોર્પોરેશને ગંભીરતા દાખવવી જરૂરી
હાલ જે વીડિયો સામે આવ્યા છે તે જોતા સ્પષ્ટ દેખાય છે કે, લોકો કેટલું જોખમ ખેડી રહ્યા છે. લોકોએ પણ સમજવું જોઈએ કે તાપી નદીનું જળસ્તર અચાનક વધે તો તેઓ ફસાય શકે અથવા નદીમાં તણાઇ શકે છે. આવી ચર્ચા હાલ શહેરીજનોમાં ઉઠી છે. પરંતુ સાથે સાથે કોર્પોરેશન દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવી જરૂરી છે.

રાંદેર પોલીસે કરેલી બંદોબસ્તની વાત પોકળ
થોડા દિવસો પહેલા પણ કોઝ-વે ઓવરફ્લો થયો હતો. ત્યારે કેટલાક લોકો નાના બાળકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. યુવકો સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ આ બાબત અંગે વહીવટી તંત્રની ઊંઘ ઉઘડતા રાંદેર પોલીસે કોઝ-વે પર જતા લોકોને અટકાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો હતો અને તેમને કહ્યું હતું કે, કોઝ-વે બંધ છે ત્યાં સુધી અહીં પેટ્રોલિંગ કરવામાં આવશે. પરંતુ રાંદેર પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવા લોકો હજી પણ કોઝ-વે પર મોજ મસ્તી કરવા જતા અચકાતા નથી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: 1500 ફૂટ ઊંચેથી ગુજરાતના ગ્રીન સિટીનો ડ્રોન નજારો:રાજ્યનું પાટનગર ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠ્યું, એક ક્લિક પર વાદળોની ઉપરથી પ્રાકૃતિક સૌંદર્યની મજા માણો
Next: ‘સ્માર્ટ’ વેઠ:સ્માર્ટ સિગ્નલ લાઈટ્સ પાછળ કરોડોનો ધુમાડો છતાં 50% બંધ, મેન્યુઅલ સંચાલન થતાં લોકો ટ્રાફિક જામથી ત્રાહિમામ

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.