Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • જેગુઆર ચાલકને બચી ગયેલાઓએ ધોઇ નાખ્યો, LIVE વીડિયો:ઇસ્કોન બ્રિજ પર 9 પરિવારને ઉજાડનાર તથ્ય પટેલને ટોળાએ બરાબરનો ફટકાર્યો, બે હાથ જોડી માર ન મારવા આજીજી કરતો રહ્યો
  • GUJARAT

જેગુઆર ચાલકને બચી ગયેલાઓએ ધોઇ નાખ્યો, LIVE વીડિયો:ઇસ્કોન બ્રિજ પર 9 પરિવારને ઉજાડનાર તથ્ય પટેલને ટોળાએ બરાબરનો ફટકાર્યો, બે હાથ જોડી માર ન મારવા આજીજી કરતો રહ્યો

Real July 20, 2023
gdp5hbuy
Spread the love

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટા ગણી શકાય તેવા અકસ્માતમાંનો એક છે. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. ગોઝારા અકસ્માતને લઈને લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને જેગુઆર ચાલક તથ્ય પટેલને એકબાજુ લઈ જઈને ગડદાપાટુ મારી બરાબરનો ધોઇ નાખ્યો હતો. તેમજ ગાળોનો વરસાદ વરસાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે, તથ્ય પટેલ માર ન મારવા આજીજી કરતો જોવા મળી રહ્યો છે.

લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો
વીડિયોમાં જોવા મળે છે કે, અકસ્માત થતા જ કેટલાક યુવાનોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હોય તેવાં દૃશ્યો જોવા મળે છે. બાદમાં યુવાનો તથ્ય પટેલને માર મારતા તે જમીન પર પડી જાય છે. પછી તો યુવાનો તથ્ય પટેલેને હાથ અને લાતથી ફટકારી રહ્યા છે. યુવાનો એટલા ગુસ્સે થયેલા જોવા મળે છે કે, તથ્ય પટેલને ગાળો પણ આપે છે.

તથ્ય પટેલે બે હાથ જોડ્યા
વીડિયોમાં વધુ જોવા મળે છે કે, માર માર્યા બાદ લોકો એક તરફ જાય છે ત્યારે તથ્ય પટેલ ઊભો થઈ બે હાથ જોડી માર ન મારવા આજીજી કરતો જોવા મળે છે. જો કે, લોકો તેને છોડતા નથી અને ફરી માર મારવા લાગે છે.

મૃતકોની યાદી

  1. ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ)
  2. નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ)
  3. અમનભાઈ અમિરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર)
  4. નિરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા)
  5. રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ)
  6. અરમાન અનિલભાઈ વઢવાણિયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર)
  7. અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ)
  8. કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ)
  9. ઓળખાયેલ નથી

હાઈવે પર બિહામણાં દૃશ્યો જોવા મળ્યાં
અકસ્માત બાદ રસ્તા પર ચારે તરફ લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં. પોલીસ ઇજાગ્રસ્તોની મદદમાં હતી તે દરમિયાન વરસાદ શરૂ થઈ ગયો હતો અને રસ્તા પર લોહી ફેલાઈ રહ્યું હતું જે ખૂબ જ બિહામણું દૃશ્ય હતું. જે લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા તેમાંના ઘણા લોકોના ફોન રસ્તા પર પડ્યા હતા. તેમનાં ચંપલ, કપડાં આમતેમ રસ્તા પર વિખરાયેલાં પડેલાં છે. આ એક બિહામણું દૃશ્ય ઇસ્કોન બ્રિજ ઉપર ઊભું થયું હતું. તેનાથી વધુ ગંભીર સ્થિતિ સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળી જ્યાં મૃતકોનાં સ્વજનો કરુણ આક્રંદ કરી રહ્યાં છે.

Continue Reading

Previous: જૂનાગઢમાં મેઘતાંડવથી તબાહી, જનજીવન અસ્તવ્યસ્ત:જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, હાઈવે બંધ, અનેક લોકો ફસાયા, એમ્બ્યુલન્સ-રેસ્કયૂ ટીમને પણ પહોંચવું મુશ્કેલ બન્યું
Next: રાજકોટની સોનીબજારમાંથી પકડાયું આતંકી મોડ્યૂલ:બંગાળના 3 શખસ બાંગ્લાદેશી આતંકી મોડ્યૂલની વિચારધારા ફેલાવતા, કોઈને શંકા ન જાય એ માટે મજૂરી કરતા, ગુજરાત ATSએ ત્રણેયને પકડ્યા

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.