Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • શું ભેસ્તાન આવાસમાં ભીનું સંકેલાયું?:સુરતમાં ઝૂંપડાઓ દૂર કરી લોકોને ફાળવવામાં આવેલા આવાસ ગણતરીના વર્ષોમાં જ જર્જરીત, AAP કોર્પોરેટરની તપાસ રિપોર્ટ જાહેર કરવા માગ
  • BUSINESS
  • GUJARAT

શું ભેસ્તાન આવાસમાં ભીનું સંકેલાયું?:સુરતમાં ઝૂંપડાઓ દૂર કરી લોકોને ફાળવવામાં આવેલા આવાસ ગણતરીના વર્ષોમાં જ જર્જરીત, AAP કોર્પોરેટરની તપાસ રિપોર્ટ જાહેર કરવા માગ

Real July 9, 2023
u07rcgil
Spread the love
ભેસ્તાન આવાસનો તપાસ સમિતિનો રિપોર્ટ તૈયાર થઈ ગયા બાદ હજી સુધી જાહેર કરાયો નથી.

સુરત શહેરમાં ઝૂંપડાવાસીઓને જે તે વિસ્તારમાં આવાસ ફાળવવામાં આવ્યા હતા. જે અસરગ્રસ્તો હતા તેમને ડ્રો કરીને આવાસ ફાળવવાનું શરૂ કરાયું હતું. જેમાં ભેસ્તાન સરસ્વતી આવાસ ફાળવ્યાના ગણતરીના વર્ષોમાં જર્જરીત થયાની ફરિયાદ ઊભી થઈ હતી. ત્યારબાદ તપાસ કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ જાહેર કરવા માટે આપ દ્વારા માગ કરવામાં આવી છે. આ સાથે AAPના કોર્પોરેટરે આક્ષેપો કર્યા છે કે, જો રિપોર્ટ બહાર પાડવામાં આવે તો અનેક બાબતોનો ચૂકાવનારો ખુલાસો થઈ શકે એમ છે.

તપાસ રિપોર્ટ બહાર કેમ નથી આવ્યો:
ભેસ્તાન આવાસની સ્થિતિ ગણતરીના વર્ષોમાં જ દયનીય બની હતી. અસરગ્રસ્ત ઝૂંપડાવાસીઓને મકાન તો ફાળવવામાં આવ્યા અને શાસકો દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી. ખૂબ જ આધુનિક અને સુવિધા પૂર્ણ આવાસ આપવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી, પરંતુ થોડા જ સમયમાં અનેક સમસ્યાઓ સામે આવવા લાગી હતી. જેમાં પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા ન હતી, સિલિંગના પોપડાઓ ઉખાડવા માંડ્યા, સતત પાણી ટપકવાની ફરિયાદો આવતી રહી હતી. ઘણા કિસ્સાઓમાં તો સિલિંગના પોપડા નીચે પડતા નાના બાળક સહિત અનેકને ઈજા પણ થઈ હતી. જેને કારણે આવાસ ખાલી કરાવી દેવાની ફરજ પડી હતી.

તપાસ કમિટીનો રિપોર્ટ દબાવી રખાયો આ મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ભેસ્તાન સરસ્વતી આવાસ બાબતનો જે રિપોર્ટ તૈયાર થયો છે, તે બહાર પાડવામાં આવે. મને શંકા છે કે, ભેસ્તાન સરસ્વતી આવાસ બનાવવામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. અંદાજે 9થી 10 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ લોકોને સારી સુવિધા આપી શક્યા નથી. જે તે સમયે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા કમિટી બનાવીને ભેસ્તાન આવાસ અંગેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. તપાસ કમિટીમાં ડેપ્યુટી કમિશનર સિટી એન્જિનિયર સહિતના ત્રણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. એમના દ્વારા રિપોર્ટ કમિશનરને સોંપવામાં આવ્યો હતો.

રિપોર્ટ બહાર આવે તો અધિકારીઓની સમસ્યા વધી શકે
વધુમાં પાયલ સાકરીયા જણાવ્યું હતું કે, આ રિપોર્ટની અંદર જે તપાસમાં આવ્યું છે તે ખૂબ જ મહત્વનું છે. મને શંકા છે કે, તપાસના અંતે ભેસ્તાન આવાસની જે સ્થિતિ થઈ હતી, તેના માટે અધિકારીઓની મિલીભગત સામે આવી છે. જો રિપોર્ટ બહાર પાડવામાં આવે તો અનેક બાબતોનો ચૂકાવનારો ખુલાસો થઈ શકે એમ છે. વારંવારની રજૂઆત છતાં પણ મ્યુનિસિપલ કમિશનર અને શાસકો દ્વારા આ રિપોર્ટને બહાર પાડવામાં આવી રહ્યો નથી. જેમાં મોટું ભીનું સંકેલવામાં આવતું હોય તેવી શંકા ઉપજી રહી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કચ્છમાં વહેલી સવારથી મેઘતાંડવ શરૂ:અબડાસામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 5 ઈંચ વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા, હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી
Next: ચંદ્રયાન-3ની આબેહૂબ રંગોળી:સુરતની આઠ મહિલાઓએ બનાવી 13X7 ફૂટની પ્રતિકૃતિ, 10 વર્ષની બાળાએ બે દિવસ શાળામાં રજા રાખી

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.