Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • સુરતના નાનપુરા વિસ્તારમાં રસ્તા પર પડેલી ચીકણી માટીના કારણે વાહનચાલકો ત્રાહિમામ : અનેક વાહનો સ્લીપ થયાં
  • GUJARAT

સુરતના નાનપુરા વિસ્તારમાં રસ્તા પર પડેલી ચીકણી માટીના કારણે વાહનચાલકો ત્રાહિમામ : અનેક વાહનો સ્લીપ થયાં

Real July 4, 2023
Spread the love

– ચોમાસાની શરૂઆત સાથે જ સુરતમાં લોકોના માટે આફત શરૂ થઈ ગઈ

– સુરતમાં ચાલતા મેટ્રોની કામગીરી માટે ઉભા કરાયેલા બેરીકેટ ની આસપાસના રોડ ડિસ્કો થયા : ખાડાવાળા રોડના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે

સુરત,તા.04 જુલાઈ 2023,મંગળવાર

સુરતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત અને મેટ્રોની કામગીરી ભેગી થતાં અનેક રસ્તા ડિસ્કો બની ગયાં છે. દરમિયાન આજે નાનપુરા વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલી પીળી ચીકણી માટી વાહન ચાલકો માટે આફતરૂપ બની ગઈ છે. આ જગ્યાએ અનેક વાહનો સ્લીપ થતાં આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. પાલિકાએ સાધનોની મદદથી રસ્તા પરથી કીચડ દુર કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે, હાલમાં મેટ્રોની કામગીરી અને રસ્તા પર કાદવના કારણે સુરતીઓની મુશ્કેલી વધી રહી છે.

સુરતના નાનપુરા નાવડી ઓવારા વિસ્તારમાં આજે પીક અવર્સમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ જગ્યાએ રસ્તા પર પીળી ચીકણી માટી પડી હતી. તેમાં વરસાદ શરૂ થતાં આ માટીનો ચીકણી કાદવ બની જતાં અનેક વાહન ચાલકોના વાહનો સ્લીપ થઈ ગયાં હતા. અનેક વાહનો સ્લીપ થતાં આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ થઈ ગઈ હતી.

આ અંગેની જાણ તંત્રને થતા જેસીબી અને અન્ય સાધનોની મદદથી કાદવ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. જેના કારણે વાહન ચાલકોને રાહત થઈ હતી અને ટ્રાફિક ધીમે ધીમે હળવો થયો હતો. આવી સમસ્યા સાથે સાથે સુરતમાં ચાલતા મેટ્રોની કામગીરી ની આસપાસ બેરીકેટ કરવામાં આવ્યું છે તેની આસપાસના રોડ પરથી પસાર થવું વાહન ચાલકોને ભારે પડી રહ્યું છે.

મેટ્રોની કામગીરીની આસપાસના રોડ પર અનેક ખાડા પડી જતાં આ રોડ ડિસ્કો રોડ બની ગયા છે. બેરિકેટિંગ આસપાસના રોડ ડિસ્કો બની જતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તેમાં પણ શહેરના અઠવાગેટ થી રીંગરોડ ના વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર ખાડા પડી ગયા છે અને આ રોડને સમતળ કરાવવાની કામગીરી પાલિકા તંત્ર યોગ્ય રીતે કરતી નથી હોવાથી વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રાજકોટમાં 45 કિલોની રામાયણ:મૈસૂરના ચિત્રકારોએ 300 પ્રસંગ કેનવાસ પર કંડાર્યા, 2050 ઇટાલિયન પેજનો ઉપયોગ, 100 વર્ષનું આયુષ્ય, 360 ડીગ્રી ફરી શકે એવું વાંચન સ્ટેન્ડ
Next: મુંબઈ-આગ્રા હાઈવે પર ભયકંર અકસ્માત, કન્ટેનર ટ્રક હોટલમાં ઘૂસી જતા 7 લોકોના મોત, 28 ઈજાગ્રસ્ત

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.