Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ:લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો, અનેક નદીઓ ગાંડીતૂર, સવા પાંચ ઇંચથી જામનગર પાણી પાણી
  • INDIA

કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ:લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો, અનેક નદીઓ ગાંડીતૂર, સવા પાંચ ઇંચથી જામનગર પાણી પાણી

Real July 8, 2023
7qob5l35
Spread the love

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે કચ્છ સૌરાષ્ટ્રને મેઘાએ ધમરોળ્યું છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થઇ છે. તો ડેમો પણ છલકાઇ ગયા છે. અમરેલીના લાઠીમાંથી પસાર થતી ગાગાડિયા નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો છે. અબડાસાની ખારી નદી બે કાંઠે થઇ છે. ભારે વરસાદના પગલે લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો થયો છે. તો રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

સોમનાથમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડિનાર, ઉના, ગીરગઢડા તાલુકાના સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે વહેલી સવારથીજ ધીમીધારે મેઘમહેર થતા એકથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં આજે વહેલી સવારથી મેઘમહેર થતા વડુંમથક વેરાવળ તથા તાલાલા, કોડીનાર, ઉના, સૂત્રાપાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે એકથી બે વરસાદ વરસ્યો હતો. તેમજ સોમનાથમાં ધોધમાર વરસાદ વરસતા બે કલાકમાં એક ઇંચ વરસાદથી સોમનાથ મહાદેવને વરૂણ દેવનો જળાભિષેક થયો હતો. વરસતા વરસાદમાં પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા હતા.

લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક સાંબેલાધારે તો ક્યાંક ઝરમર ઝરમર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. તો લાઠીમાં ધોધમાર વરસાદ પડતાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. લાઠીની ગાગડિયા નદી બે કાંઠે થઇ છે. નદીમાં ઘોડાપૂર આવતાં નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. જેને લઇને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ ચોમાસાની શરૂઆતમાં જ ગાગડિયા નદીમાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં પાણીના સ્ત્રોત મજબૂત બનશે અને જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે.

જામનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ
આ તરફ જામનગરમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાળવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયાં છે. તો સરકારી કચેરીઓ, સરકારી વસાહતો સહિત મુખ્ય માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાયાં છે. શહેરના સત્યનારાયણ મંદિર પાસે દીવાલ ધરાશાયી થઈ હતી. જેની સાથે વીજપોલ પણ તૂટી પડ્યો છે, જેના કારણે કેટલીક જગ્યાએ વીજળી ડૂલ થઈ છે.

પોરબંદરમાં ધોધમાર વરસાદ
પોરબંદર જિલ્લામાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો જિલ્લામાં એક ઈંચથી લઈને આઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમા છેલ્લા બે-ત્રણ દિવસમાં રાણાવાવ તાલુકામાં 5 ઇંચ જ્યારે કુતિયાણા તાલુકામાં 1થી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજ સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો હોવાથી શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઓછાવત્તે જોવા મળ્યો હતો. જોકે પોરબંદરના સર્કિટ હાઉસ રસ્તા પર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. રસ્તાનું યોગ્ય લેવલ કરાયું નથી, પરંતુ અહી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં પણ રસ્તાઓ નહીં બન્યા હોવાથી ત્યાં પણ અમુક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાવાને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે.

રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં
ધોધમાર વરસાદના કારણે રાજકોટ શહેરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનામૌવા રોડ અને 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રામનાથપરા અને પોપટપરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તો જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલા ન્યારી-2 ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો છે. આ સાથે જ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

કચ્છમાં બારેમેધ ખાંગા
કચ્છ જિલ્લામાં મેધરાજાએ બઘડાટી બોલાવી છે. ભારે વરસાદના કારણે ભુજમાં રાજાશાહી સમયની ગઢની દીવાલ ધરાશાયી થઈ છે. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ભુજની જીકે હોસ્પિટલ સામેના માર્ગે પાણી ભરાતાં વાહન વ્યહવાર એકમાર્ગી થયો હતો. તેમજ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા મોટા બંધમાં પાણીની આવક શરૂ થઈ છે.

નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ
ભારે વરસાદના પગલે નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ થયો છે. તેમજ ગુહર પાપડી બે કાંઠે વહેતા લખપત તાલુકાના ચકરાઈ પાસે આવેલી નદીમાં પાણી આવતા આ નદીના વહેતાં પાણી વચ્ચે માલધારીઓએ આજે સવારે હાથમાં દૂધના કેન સાથે દૂધનું પરિવહન કર્યું હતું. બીજી તરફ અબડાસાના કુકડાઉમાં શંકર ભગવાનના મંદિરના શિખર ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી. જેથી મંદિરની છતમાં ગાબડું પડ્યું હતું અને મંદિરની અંદર ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું. જ્યારે લખપત તાલુકાના રોડાસર- પીપર માર્ગ પરની નદીમાં વરસાદનાં પાણી વહી નીકળતા માર્ગ બંધ થયો હતો.

સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીના આંકડા (મિમીમાં)

જામનગર 108
ભુજ 59
વેરાવળ 55
પોરબંદર 41
અબડાસા 42
સુત્રાપાડા 42
માળિયા હાટિના 41
માંગરોળ 39
દ્વારકા 39
નખત્રાણા 39
કલ્યાણપુર 37
કોડિનાર 37
ગીર ગઢડા 35
રાણાવાવ 34
લાઠી 30
લખપત 29
ધ્રોલ 25
કેશોદ 25
કુતિયાણા 23
સાવરકુંડલા 23
તલાલા 22

તસવીરોમાં જોઇએ મેઘરાજાની બેટિંગ

 

Continue Reading

Previous: અમરનાથ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂની માગ:વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુ 3 દિવસથી ટેન્ટમાં કેદ, કપડાં-ગાદલાં સહિતનો સામાન પલળતાં હાલત કફોડી
Next: ઈમાનદારી અને પ્રામાણિકતાની મિસાલ:સુરતના કતારગામ સેફ વોલ્ટમાં યુવક રૂ.15 લાખના સોનાની બે લગડી બહાર મૂકીને જ જતો રહ્યો, 8 મહિને બન્ને લગડી મૂળ માલિકને પરત કરાઈ

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.