Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • August
  • સુરતમાં પોલીસ પર કસ્ટોડિયલ ડેથનો આક્ષેપ:3 સવારીમાં પકડાયેલા પૈકી બે યુવકોને સારોલી પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ એકનું મોત, પરિવારજનોનો હત્યાનો આક્ષેપ પોલીસે નકાર્યો
  • GUJARAT

સુરતમાં પોલીસ પર કસ્ટોડિયલ ડેથનો આક્ષેપ:3 સવારીમાં પકડાયેલા પૈકી બે યુવકોને સારોલી પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ એકનું મોત, પરિવારજનોનો હત્યાનો આક્ષેપ પોલીસે નકાર્યો

Real August 4, 2023
WhatsApp Image 2023-08-04 at 11.01.39 AM (1)
Spread the love

સુરત શહેરમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથનો બનાવ સામે આવ્યો છે. સારોલી પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. સારોલી પોલીસ દ્વારા ગત રાત્રિના રોજ બાઈક પર ત્રણ સવારી જતા યુવક પૈકી બે યુવકોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા હતા. આ દરમિયાન સંદીપ ભરતભાઈ વેકરીયાનું પોલીસમાં શંકાસ્પદ રીતે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે સંદીપના મોતને લઈને પરિવારજનો દ્વારા પોલીસ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. પોલીસ પર યુવકના કસ્ટોડિયલ ડેથનો આરોપ લગાવી નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

મામાએ ઘણા ફોન કર્યા પણ રિસિવ ન થયા: મહેશ કાનાણી, સંબંધી
મૃતકના સંબંધી મહેશ કાનાણીએ કહ્યું કે, ગત રાત્રે મારા મામાનો દીકરો સંદીપ વેકરીયા ઘરે ન આવ્યો હોવાથી મામાએ ઘણા ફોન કર્યા હતાં. 3થી 4 ફોન રિસિવ ન થયા, પરંતુ તેમ છતા મામા ટ્રાય કરતાં હતાં. આ દરમિયાન 9.11 વાગ્યે સંજય નામના વ્યક્તિએ ફોન ઉઠાવીને કહ્યું કે, સંદીપને સારોલી પોલીસ સ્ટેશનમાં ઈજા થતાં સારવાર માટે સ્મીમેર લઈ ગયા છે. જેથી પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં 9.35 વાગ્યે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરાયો હતો.

પરિવારજનોની ન્યાયિક તપાસની માગ
ત્યાર બાદ અમે પરિવારજનો સારોલી પોલીસ સ્ટેશન આવ્યા હતાં. ત્યાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓએ કહ્યું કે, સંદીપ અને તેના અન્ય બે યુવકો 3 સવારીમાં પકડ્યાં હતા. જેમાં એક ભાગી ગયો અને આ બે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવ્યા તેમાં બૂટ કાઢતી વખતે લથડી જતાં દિવાલ સાથે માથું અથડાયું હતું. બાદમાં અમે તપાસ કરી તો ત્યાં એવી કોઈ દિવાલ જ નથી કે જ્યાં માથુ અથડાય તો મોત નીપજી શકે. માટે અમારી માગ છે કે આ કેસમાં નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરીને અમને સીસીટીવીનું રેકોર્ડિંગ આપવામાં આવે.

એક બાઈક પર ત્રણ સવારી યુવકો આવતા હતા: ભક્તિ ઠાકર, ડીસીપી
યુવકના મોતને લઈ સારોલી પોલીસ પર લાગેલા કસ્ટોડિયલ ડેથના ગંભીર આરોપને સામે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, આખા સુરત સિટીમાં વાહન ચેકિંગની ડ્રાઇવ ચાલે છે. ત્યારે ગઈકાલે સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઇવ કરાઈ હતી. સારોલી પોલીસ સ્ટેશનની પાછળ અવધ માર્કેટનો ચેકિંગ પોઇન્ટ પોલીસનો હતો. ત્યારે પોલીસ વાહનોનું ચેકિંગ કરતા હતા. એ સમય દરમિયાન એક બાઈક પર ત્રણ સવારી યુવકો આવતા હતા.

‘યુવકને પોલીસ મથકમાં ચક્કર આવતા ઢળી પડ્યો’
જેમણે પોલીસને જોતા ત્રણમાંથી એક યુવક ઉતરીને ભાગી ગયો હતો. એટલે પોલીસને શંકા ઉપજી જેથી પોલીસે બંને યુવકોને ઊભા રાખી તપાસ કરી હતી. તેમની બાઈકની નંબર પ્લેટ પણ ફેન્સી હતી. ત્યારે તેમની વધુ પૂછપરછ માટે બંનેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બંનેની તપાસ કરવામાં આવી રહી હતી. તે સમયે સંદીપ વેકરીયાએ પહેરેલા ચપ્પલ સાઈડ પર કાઢી રહ્યો હતો તે જ સમયે સંદીપ વેકરીયાને અચાનક ચક્કર આવ્યા અને તે પડી ગયો. ત્યાર બાદ તેને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક 108ને કોલ કર્યો અને પોલીસે યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

‘મૃતકનું પેનલ પી એમ કરાશે’
વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે સ્મીમેરના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આ અંગે તપાસ ચાલુ છે. આ આખા રસ્તે અને પોલીસ સ્ટેશન સુધી જેટલા પણ સીસીટીવી આવ્યા છે તે તમામ સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. મૃતદેહને પેનલ ડોક્ટરથી પીએમ કરાવવાનું પણ નક્કી કરાયું છે. આ તપાસને એ-ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતના કતારગામમાં મનપાના પ્લોટ પર મંદિર બને તે પહેલાં જ ડિમોલીશન : ડિમોલીશન દરમિયાન સ્થાનિકોનો હાબોળો
Next: કેદારનાથના ગૌરીકુંડમાં ભૂસ્ખલનથી તારાજી, 2 મૃતદેહો જ મળ્યાં, 19 લોકોએ જીવ ગુમાવ્યાંની આશંકા ભૂસ્ખલનને કારણે મંદાકિની નદીમાં ત્રણ દુકાનો તણાય ગઈ

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.