Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • August
  • ભાવનગરમાં મોટી દુર્ઘટના, માધવહીલ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી, 15 જેટલા લોકોનું કરાયું રેસ્ક્યુ
  • GUJARAT

ભાવનગરમાં મોટી દુર્ઘટના, માધવહીલ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી, 15 જેટલા લોકોનું કરાયું રેસ્ક્યુ

Real August 2, 2023
w5l0zo0a
Spread the love

ભાવનગરમાં મોટી દુર્ઘટના બની છે. માધવહીલ કોમ્પ્લેક્સનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો. 15 જેટલા લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે, જેમાંથી મોટાભાગના લોકોનું રેસ્ક્યુ કરાઈ ચૂક્યું છે. નીચે આવેલી બેંક BoBના 8 જેટલા કર્મચારીઓને બહાર કઢાયા છે. આ તમામને રેસ્ક્યુ બાદ તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા છે. હજુ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની સંભાવના છે. તેમની શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. કટર અને જેસીબીની મદદથી કાટમાળ હટાવાઈ રહ્યો છે. ફાયર બ્રિગેટની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું છે. પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિ થવા પામી નથી.

આ દુર્ઘટનામાં બિલ્ડિંગના ઉપરના ભાગની ઓફિસોને પણ નુકસાન થયું છે. આ ઓફિસો પણ હવે જોખમી બની છે. કોમ્પ્લેક્સના પહેલા ત્રણ માળમાં 200 દુકાનો આવેલી છે.

મળતી માહિતી અનુસાર, મિલ્કત માલિકને કોમ્પ્લેક્સ જર્જરિત હોવાની આ બિલ્ડિંગને ઉતારી લેવા માટે નોટિસ અપાયોને દાવો કરાઈ રહ્યો છે. જોકે ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ ન હતી. મનપા પણ માત્ર નોટીસ આપીને પેપર પર કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના શહેરોમાં અનેક મોતની ઈમારતો ઊભી છે. જર્જરિત મકાનોને ના ઉતારવાની માલિકોની ખોટી જીદના કારણે લોકોના જીવ જોખમમાં છે.

Continue Reading

Previous: પિતાના મિત્રએ જ માસૂમને પીંખી:સુરતમાં બે વર્ષની બાળકીને રમાડવા લઈ જવાના બહાને દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરી, કોર્ટે 5 મહિનામાં નરાધમને ફાંસીની સજા સંભળાવી
Next: વરસાદે વિરામ લેતા સુરત પાલિકાએ તૂટેલા રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.