
ગુજરાતનું એક પ્રગતિશીલ ગામ અમદાવાદ નજીક સાણંદ તાલુકાનું કણેટી છે. આ ગામના વીર જવાન
પુષ્પરાજસિંહ રમેશસિંહ વાઘેલા ગત તારીખ ૧૧ નવેમ્બર ૨૦૨૨ ના રોજ વીરગતિ પામ્યા છે. આ શહીદ જવાનના
પરિવારને જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી રૂ. ૨ લાખની સહાય સન્માન સાથે અર્પણ કરી હતી. ત્યારે આ
ગામના યુવા અગ્રણીઓ કણેટી ગામ થી ખાસ સુરત આવ્યા અને મહેમાનોની હાજરીમાં રૂપિયા ૧ લાખ નો ચેક જય જવાન
નાગરિક સમિતિ સુરતને ટીમના સભ્યોશ્રી ઘનશ્યામભાઈ ડોબરીયા, નરેન્દ્રભાઈ ડોબરીયા, લવજીભાઈ મોરડિયા અને
ધર્મેશભાઈ કોદાળાની હાજરીમાં અર્પણ કર્યો હતો.
ગુજરાતના આદર્શ ગામ કણેટી માંથી ૪૦ થી વધુ પોલીસ અધિકારીઓ છે. ૨૦૦૦ ની વસ્તી ધરાવતા કણેટી ગામે
ક્ષત્રીય સંઘના કાર્યકર્તાઓ એ ગામને વ્યસન મુક્ત અને પ્રગતીશીલ બનાવવાનું ભગીરથ કામ કર્યું છે.
ગામની સરપંચ ઠાકોર મધુબેન પ્રતાપજી ઠાકોર તથા આગેવાન દિવાનસિંહ વિસુભા અને ગામના નિવૃત શિક્ષિક
જયંતીભાઈ પટેલ સહીત આગેવાનોએ જય જવાન નાગરિક સમિતિની ટીમને આવકારીને સુરતની જનતાને ધન્યવાદ
પાઠવ્યા હતા.
નાનકડા કણેટી ગામમાં એક ટ્રસ્ટ બનાવી ગામની સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવે છે. ગામની શાળા હાઇટેક્
છે. દરેક વર્ગ ખંડમાં ડીઝીટલ માધ્યમથી બાળકોને ભણાવવામાં આવે છે. ખેતીવાડીમાં સમૃદ્ધ ગામે લીલી વનરાઈમાં
૧૫૦૦ થી વધુ મોર અને અસંખ્ય પક્ષીઓ કલરવ કરે છે. સુઘડ-સ્વચ્છ અને તંદુરસ્ત ગામે ગુજરાતનું આદર્શગામ નો એવોર્ડ
મેળવેલ છે. આ ગ્રામજનો એ ગામ સમૂહના ફંડ માંથી સુરતની જય જવાન નાગરિક સમિતિ રૂપિયા ૧ લાખ વીર
જવાનોના પરિવાર માટે આપ્યો ત્યારે લોકોએ સગૌરવ ભાવ સાથે વધાવી લીધો હતો.
ઇન્સ્ટાગ્રામ પર સમાચાર મેળવવા 👇નીચેની લિન્ક ઓપન કરી ફોલો કરો 📍
https://www.instagram.com/real.network.news/