Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • August
  • ચોમાસામાં સર્પદંશના કેસમાં વધારો:સુરત સિવિલ હોસ્પિટલમાં જુન-જુલાઇમાં 49 દર્દી નોંધાયા, મે મહિનામાં નોંધાયેલા 14 કેસ પૈકી બેના મોત
  • GUJARAT

ચોમાસામાં સર્પદંશના કેસમાં વધારો:સુરત સિવિલ હોસ્પિટલમાં જુન-જુલાઇમાં 49 દર્દી નોંધાયા, મે મહિનામાં નોંધાયેલા 14 કેસ પૈકી બેના મોત

Real August 7, 2023
c5p9fq6s
Spread the love

વરસાદના કારણે સાપ કરડવાના બનાવો સુરતમાં વધી રહ્યા છે. આવા દર્દીઓને સમયસર અને જરૂરી સારવાર મળી જવાને કારણે મોતના મુખમાંથી બહાર આવી રહ્યા છે. તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસમાં સાપ કરડવાથી સારવાર માટે આવેલા 49 જેટલા દર્દી નોંધાયા છે. જેમને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. જો કે, મે મહિનામાં નોંધાયેલા 14 કેસ પૈકી બેના મોત થયા હતા.

જુનમાં 14 અને જુલાઇમાં 35 મળી 49 દર્દી
સુરતમાં સાપ ડંખ મારવાના બનાવો નોંધપાત્ર વધારો થઇ રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જુનમાં 14 અને જુલાઇમાં 35 મળી 49 દર્દી સારવાર માટે આવ્યા હતા. દર્દીઓ સમયસર પહોચતા અને યોગ્ય સારવાર માળતા તમામ દર્દીઓ સાજા થયા છે અને ડિસ્ચાર્જ અપાયો છે. સાપ કરડ્યા બાદ દર્દીઓને સાપના ઝેર સામે રક્ષણ આપે એવા પોલીવેલેન્ટ એન્ટી સ્નેક વીનમ ઇન્જેકશન અપાય છે. સાપ કરડે તો જેમ બને તેમ જલદી હોસ્પિટલમાં દાખલ થવું જરુરી છે.

ઝેરી સાપ કરડવાથી મોત પણ થઈ શકે
ઝેરી સાપ કરડવાથી તે વ્યકિતના મગજ, કરોડરજ્જુ, જ્ઞાન તંતુ સહિતના ભાગ પર અસર કરે છે. જ્યારે વાસ્કયુલર ટોકસીસમાંના બે પ્રકારમાં ૨સલ વાઇપર, સોસસ્કેલ્ડ વાઇપર છે. જે લોહી સહિતના ભાગ પર અસર કરે છે. જેથી સાપ કરડે એટલે તે વ્યકિતને તુરંત સારવાર આપવી જોઇએ. જો સારવારમાં મોડું કરવામાં આવે તો મોત પણ થઈ શકે છે. જો કે, સુરત સિવિલમાં છેલ્લા બે મહિનામાં સર્પદંશના એક પણ દર્દીનું મોત ન થયું હોવાનું સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું.

મે મહિનામાં બે દર્દીના મોત થયા હતા
સુરતમાં ચોમાસા પહેલા જ સાપ કરડવાના મે મહિનામાં 14 કેસ નોંધાયા હતા. જેમાં 12 જેટલા દર્દીઓ સાજા થઈ ગયા હતા. જ્યારે બે દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ જૂન મહિના બાદ જુલાઈ મહિનામાં કેસમાં અઢી ગણો વધારો થયો છે. જોકે એક પણ દર્દીનું મોત થયું ન હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: પરિવારની મૃતદેહ સ્વીકારવાની મનાઈ:સુરતમાં મેટ્રોની સાઇટ પર ખુલ્લા તાર વચ્ચે કીચડ કાઢતા યુવકને કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત; 24 કલાકથી મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં
Next: નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.