
એક સદવિચાર પ્રગતિને દિશા અને ગતિ આપતો હોય છે એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોના વાવેતર કાર્યક્રમ શ્રેણી શરુ કરવામાં આવી છે. વરાછા-કામરેજ રોડ પર નિર્માણાધીન “જમનાબા ભવન” ખાતે યુનીવર્સીટી ઓફ થોટ્સમાં યોજાયેલ થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનાં ૩૨મો વિચાર હાર્દિકભાઈ ચાંચડે રજુ કરતા જણાવ્યું હતું કે… “પરિવર્તન સમજી શકે તે જ નવી તકોને ઓળખી શકે છે.” નવા સંજોગોમાં જો પરિવર્તનને સમજી શકે તે જ નવી તકોને ઓળખી શકે છે. નવા સંજોગોમાં જો નવું પરિવર્તન સમજી શકાય તો જ મળતી નવી તકોનો યોગ્ય સમયે પારખી શકાય. જીવનની અઢળક શક્યતાઓ દરેક પરિવર્તનમાં છુપાયેલી હોય છે. સતત કાર્યશીલ રહેવાથી પ્રગતિ જરૂર થાય છે. જોખમ લીધા વિના કે સોપેલ કોઈ પણ કાર્યને નિષ્ઠાપૂર્વક કરવાથી જ સફળતા મળે છે.
વિચારના અનુસંધાનમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી શ્રી રજનીભાઈ મુંગરાએ જણાવ્યું હતું કે યોગ્ય ખંતથી પ્રયત્ન કરવામાં આવે તો કુદરત પણ ધાર્યું આપવા હંમેશા તૈયાર જ હોય છે. સારા વિચારો પણ સૂર્યની શક્તિ માફક નવસર્જન કરી શકે છે.
થર્સ-ડે થોટ્સના બ્રાંડ એમ્બેસેડરશ્રી ડૉ. અમુલખભાઈ સવાણી રચીત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિરસમય કાવ્યાંજલિ ૧૦૮ કૃષ્ણ કાવ્યો કોશ “પુષ્પાંજલિ” પુસ્તકનું આજે આ કાર્યક્રમમાં વિમોચન દાતા ટ્રસ્ટીશ્રીઓ અને સમાજ અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને આ બુકને તમામ પ્રેક્ષકગણ મિત્રોને ભેટરૂપે આપનાર પુસ્તક સૌજન્યશ્રી તથા કિરણ મહિલાભવનના પુસ્તકાલય અને કોમ્પ્યુટર લેબના દાતાશ્રી જયંતીભાઈ એકલારા તથા પ્રવીણાબેન જે. બાબરીયાનું સ્વાગત સત્કાર સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યુવાટીમના શ્રી રાજુભાઈ ગૌદાણીએ ગત ગુરુવારોના વિચારોનું અનુસંધાન આપ્યું હતું. જયારે સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી ભાવેશભાઈ રફાળીયાએ કર્યું હતું. સમગ્ર વ્યવસ્થા ટીમ-૧૦૦ એ સાંભળી હતી.