Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • November
  • વર્તમાન સમયે માનસિક તણાવ ને રોકવાની જરૂર છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ
  • GUJARAT

વર્તમાન સમયે માનસિક તણાવ ને રોકવાની જરૂર છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real November 2, 2023
2
Spread the love

વર્તમાન સમયે માનસીક તણાવ અને ડીપ્રેશનમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો
છે. ત્યારે લોકોને નવો વિચાર આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર
ગુરુવારે જમનાબા ભવન ખાતે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું નિયમિત આયોજન થાય છે.
ગુરુવારના ૩૪માં વિચારના વાવેતર કાર્યક્રમમાં “જીંદગી જંગ નહી પણ સફર છે તેને
વિસ્મયતાથઈ માણવી જોઈએ”. તેવો વિચાર આપતા વધુમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ
જણાવ્યું હતુ કે, આર્થીક પારિવારીક અને આરોગ્યના પ્રશ્નો માણસ સામે મોટા પડકારો છે. લોકો
માનસિક રીતે વધુ થાકેલ હોય તેવું લાગે છે.

ડીપ્રેશનના કારણે લોકો આત્મહત્યા કે સામુહિક આત્મહત્યા કરે છે તે ચિંતાજનક છે,
માણસ પ્રશ્નો સામે જંગ લડે છે. અને થાકે ત્યારે નિરાશ થાય છે. મહારાષ્ટ્રમાં મરાઠા
આંદોલનમાં પખવાડીયામાં ૨૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે. આ બાબતની ચિંતા વ્યક્ત
કરી માનસિક તણાવને રોકવા અપીલ કરવામાં આવી હતી.

દાતા ટ્રસ્ટીશ્રી અને અનમોલ ગ્રુપના શ્રી બાબુભાઈ રાદડિયાએ આગળના
વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, નાણાકીય આયોજન ઉપરાંત કમાણી સાથે સદભાવના
વધે તો જ જીવન સાર્થક થાય છે. ટીમ-૧૦૦ ના શ્રી હાર્દિકભાઈ ચાંચડ સહીત સભ્યો થર્સ-ડે
થોટ્સનું સુંદર આયોજન અને સંચાલન કરી રહ્યા છે.

દરરોજ ૧ વ્યક્તિને હસાવવા આપ્યું ટાસ્ક

વિચારોના વાવેતર કાર્યક્રમમાં યુવાનોને ટાસ્ક આપતા જણાવ્યું આવ્યું હતું કે,
દરરોજ ઓછામાં ઓછા એક વ્યક્તિને હસાવવા અને સાંજે દિવસના સારા ૧૦ અનુભવો
લખવાની ટેવ પાડવાનું કહ્યું હતું, તેનાથી નકારાત્મક વાતાવરણ દુર થશે. કોઈની પ્રશંસા
કરવાથી વધુ ફાયદો આપણ ને જ થાય છે. તેની નોંધ સાથે હકારાત્મક વિચારો કેળવવા દિશા
આપવામાં આવી હતી.

 

નવા દાતાટ્રસ્ટીનું અભિવાદન

 

જમનાબા ભવન નિર્માણ કાર્યમાં દાતાશ્રીઓ તરફથી માતબર દાનના સંકલ્પો
થયા છે. થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં ગુરુવારે નિકસન ટેકનોલોજીના ફાઉન્ડર ડૉ. સંજયભાઈ
વશરામભાઈ રાજાણી એ દાતાટ્રસ્ટી બનવા સંકલ્પ કરતા તેનું અભિવાદન કરવામાં આબ્યું
હતું. ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે ભવન, અતિથીગૃહ, પાટીદાર ગેલેરી, કેશુભાઈ પટેલ
ઓડીટોરીયમ અને અનેકવિધ સુવિધાઓનું નિર્માણકાર્ય શરૂ છે તેની સાથે લોકો ઉત્સાહથી
જોડાઈ રહ્યા છે.

૬૬મો સમુહલગ્ન સમારોહ ખર્ચનું સૌજન્ય શ્રીરમેશભાઈ ગજેરા તરફથી

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૨૫/૦૨/૨૦૨૪ ના રોજ ૬૫માં
સમુહલગ્ન સમારોહનું આયોજન છે. તેનું સંપૂર્ણ સૌજન્ય એસ.આર.કે ના શ્રી જયંતીભાઈ વી.
નારોલા પરિવાર તરફથી છે. હવે, ૨૦૨૫ માં યોજાનાર ૬૬માં સમૂહલગ્ન સમારોહનું સંપૂર્ણ
સૌજન્ય ભક્તિ ઇન્ટરનેશનલ ગ્રુપના શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા (જામકંડોરણા)
પરિવાર તરફથી જાહેરાત થઈ છે. તથા જમનાબા ભવન નિર્માણ કાર્યમાં માતબર દાન
આપવાના સંકલ્પ બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું, બે વર્ષ એડવાન્સમાં દાન
નોંધાવનાર રમેશભાઈ ગજેરા તથા અલ્પેશભાઈનું ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી
અરવિંદભાઈ ધડુક તથા દાતાટ્રસ્ટી ભીમજીભાઈ પરણાવાળા, શ્રી હરિભાઈ કથીરીયા અને શ્રી
ભવાનભાઈ નવાપરા એ અભિવાદન કરી શુભેચ્છા પાઠવી હતી.

Continue Reading

Previous: સરદારધામ દક્ષિણ ગુજરાત પ્રોજેક્ટ સ્થળે મહાભૂમિપૂજન માટે પ્રથમ સંકલન મિટિંગનું થયું આયોજન.
Next: કોઈના જેવું ક્યારેય બની શકાતુ નથી ખુદની ઓળખ બનાવો. કાનજીભાઈ આર. ભાલાળા

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.