Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2025
  • April
  • કેનેડામાં સુરતના યુવકની હત્યા, મૃતદેહ વતનમાં લાવવાના પ્રયાસ શરૂ
  • WORLD

કેનેડામાં સુરતના યુવકની હત્યા, મૃતદેહ વતનમાં લાવવાના પ્રયાસ શરૂ

Real April 6, 2025
4clx2rp9
Spread the love

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કથીરિયા પરિવારના યુવાનની તેની પત્નીની નજર સામે કેનેડામાં ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ છે. કેનેડાના ઓન્ટોરિયામાં પત્ની સાથે સ્થાયી થયેલા યુવાન ઉપર પડોશી આધેડે હુમલો કર્યો હતો. દંપતી ઘરના વાડામાં વોશિંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યું હતું. દરમિયાન યુવાન ઉપર હુમલો કરી પડોશીએ પત્ની ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી. પત્નીને બચાવવા કરેલા પ્રતિકારમાં યુવાન ઉપર બીજી વખત હુમલો થયો હતો. ચપ્પુના ઉપરાઉપરી બે ઘા ઝીંકાતા તે સ્થળ ઉપર જ લોહીલુહાણ થઈ ઢળી પડયો હતો. કેનેડામાં હત્યા થયા બાદ યુવકના મૃતદેહને વતનમાં લાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

પાડોશીએ ચપ્પુથી હુમલો કરી હત્યા નિપજાવી હતી મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલા નોંધણવદર ગામના વતની અને સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઓમકાર રેસિડેન્સીમાં રહેતા વલ્લભભાઈ કથીરિયાનો પુત્ર ધર્મેશ પાંચ વર્ષ અગાઉ અભ્યાસ અર્થે સુરતથી કેનેડા ગયો હતો. અભ્યાસ પૂર્ણ કરી કેનેડાના જ પીઆર લઈ તે ઓન્ટેરિયા સિટીમાં સ્થાયી થયો હતો. ધર્મેશે કેનેડામાં પોતાનો નાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ કર્યો હતો. દોઢ વર્ષ અગાઉ સુરત આવી રવીના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ પત્ની સાથે કેનેડા પહોંચેલું નવદંપતી હળીમળીને પોતાનો સ્ટોર્સ ચલાવી રહ્યું હતું. દરમિયાન શુક્રવારે સવારે તેમના જીવનમાં અણધાર્યો વળાંક આવી ગયો હતો. ધર્મેશ અને તેની પત્ની રવીના સવારે ઘરના વાડામાં પડોશી સાથેના સંયુક્ત વોશિંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યાં હતાં. દરમિયાન અચાનક પડોશી આધેડ તેમની તરફ ચપ્પુ લઈ ઘસી આવ્યો હતો. દંપતી કંઈ સમજે તે પહેલાં પડોશીએ ધર્મેશ ઉપર એકાએક ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો હતો. ચપ્પુનો ઘા વાગતા ધર્મેશ ઇજાગ્રસ્ત થયો હતો. આધેડ આટલેથી નહીં અટકી રવીના ઉપર પણ હુમલો કરવા આગળ વધ્યો હતો. પત્ની પર થઈ રહેલા હુમલાને જોઈ ધર્મેશ રવીનાને બચાવવા દોડ્યો હતો. હુમલાખોર પડોશીનો પ્રતિકાર કરવા જતા તેને ચપ્પુનો વધુ એક ઘા વાગ્યો હતો. આ સાથે જ તે લોહીલુહાણ થઈ સ્થળ ઉપર ફસડાઈ પડ્યો હતો. ધર્મેશને લોહીથી લથપથ જોઈ પત્ની પણ આઘાતમાં સરી પડી હતી.

ચપ્પુના ઉપરાઉપરી બે ઘા ઝીંકાતા વાડામાં જ ઢળી પડેલા ધર્મેશને મેડિકલ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા પત્ની રવીનાએ ભારે વલખાં મારવાં પડ્યાં હતાં. એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. કોલ કર્યાના દોઢ કલાક બાદ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી હતી. આ પહેલાં ધર્મેશનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સ્થળ પરથી જ પાડોશી આધેડની ઘરપકડ કરી લેવાઈ હતી. હાલ પોલીસ પ્રશાસન દ્વારા પાડોશી આધેડ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દીકરાના મોતના સમાચારથી માતાપિતા હજી પણ અજાણ ધર્મેશ કથીરિયા પત્ની સાથે કેનેડામાં જીવનનિર્વાહ કરી રહ્યો હતો, ત્યારે માતા-પિતા પણ પુત્રનું કરિયર સેટ હોવાની ખુશીથી સુરતમાં જીવન ગાળી રહ્યાં હતાં. જાણે કથીરિયા પરિવાર પર આભ ફાટી પડયું તેવા સમાચાર ધર્મેશના ભાઇને કેનેડાથી મળ્યા ત્યાં તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઇ હતી. ધર્મેશની પાડોશમાં રહેતા આધેડે જ હત્યા કરી હોવાની સુરતમાં મોટા વરાછામાં રહેતા તેના ભાઇને જાણ થઇ હતી. જોકે પુત્રની હત્યા થઇ હોવાની સુરતમાં રહેતાં માતા-પિતા સહિતના પરિવારને હજુ સુધી કોઇ જાણ કરવામાં આવી નથી.

ધર્મેશના મૃતદેહને વતનમાં લાવવાના પ્રયાસો શરૂ જુવાનજોધ પુત્રની હત્યા અંગેની જાણ થતાં સુરતમાં રહેતા સમગ્ર કથીરિયા પરિવારે આઘાતની લાગણી અનુભવી હતી. ધર્મેશનો મૃતદેહ વતન પરત લાવવા પરિવારે ભારતીય એમ્બેસીને જાણ કરી છે. અગાઉ પણ કેનેડામાં ભારતના નાગરિકની જ હત્યા બાદ હવે બીજી ઘટના બનતા કેટલાક સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સુરતના મોટા વરાછામાં રહેતા અને કેનેડામાં હત્યા થનાર ધર્મેશ વલ્લભભાઇ કથીરિયાના મૃતદેહને ભારતમાં લાવવા માટે પરિવાર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. સૂત્રો મુજબ ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે 15 હજાર ડોલરનો ખર્ચ થવાનો છે. આ ખર્ચ કેનેડામાં રહેતા ગુજરાતી લોકો ઉઠાવવાના હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે મદદે આવ્યા છે.

ધર્મેશની કેનેડમાં હત્યા થતાં ભારતનું વિદેશ મંત્રાલય હરકતમાં આવી ગયું છે. નોંધણવદરના વતની પટેલ પરિવારના જુવાનજોધ ધર્મશની હત્યાના પગલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાત્કાલિક ધોરણે આ મામલે વિદેશ મંત્રી જયશંકરને આ બાબતે વાકેફ કર્યા છે. હત્યારાને તાત્કાલિક ધોરણે સજા મળે તે બાબતની યોગ્ય તપાસની માંગણી કરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ભગવાનની મૂર્તિ વિનાનું અનોખું રામમંદિર:સુરતના આ મંદિરમાં થાય છે રામનામ લખેલા મંત્રની પૂજા; 1300 કરોડ મંત્ર લખેલી બુક્સ વચ્ચે 51 ફૂટ ઊંચો વિશ્વશાંતિ રામસ્તંભ
Next: ‘વક્ફ બિલના કારણે અમાપ સત્તા ધરાવતી સંસ્થાઓ પર કંટ્રોલ આવ્યો’:સુરતમાં પાટીલે કહ્યું- સુધારા માટે હિન્દુઓ જ નહીં પારસી અને મુસ્લિમો પણ સહમત હતા

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT
  • WhatsApp Image 2025-07-06 at 4.45.29 PMRBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો
    In INDIA
  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB

You may have missed

WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025
WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.