
કોરોના કાળ દરમિયાન લોકોની માનસિક સ્થિતિનો પ્રભાવ જન્મદર પર પણ પડ્યો છે. લોકોના સ્વજનોનું હોસ્પિટલમાં જવું કે મોતને ભેટવું, ડિપ્રેશન, રોજી-રોટીની સમસ્યા વગેરેએ માનસિક સ્થિતિ એ હદે વેરવિખેર કરી હતી કે આ દરમિયાન 10થી 11 હજાર બાળકો અગાઉના વર્ષોની સરખામણીમાં ઓછા જન્મ્યા હતા. મનોચિકિત્સક કહે છે કે આ ઇશ્યુ માનસિક સ્થિતિના લીધે જ છે. સ્થિતિને જોઇને હાલ બાળક જોઇતુ નથી એવું કહેનારા દંપતી ઘણાં હતા.
બે વર્ષમાં સંખ્યામાં આ રીતે ઘટાડો થયો
પાલિકાના ચોપડે નોંધાયેલાં જન્મના આંકડા ચકાસીએ તો વર્ષ 2018માં 76 હજાર બાળકો જન્મ્યા હતા, પરંતુ ત્યારબાદ કોરોના કાળની વાત કરીએ તો વર્ષ 2020માં 68 હજાર અ્ને વર્ષ 2021માં પણ 67 હજાર બાળકો જન્મ્યા હતા. એટલે સીધો 10 હજારનો ઘટાડો થયો હતો.
વર્ષ 2022માં એવરેજ આવવા લાગી
2022માં જોઇએ તો મે સુધી 28500 હજાર બાળકોનો જન્મ થયો છે. આમ, શહેરમાં 1 વર્ષે 77 હજાર બાળકોનો જન્મ થતો હોય છે એટલે મહિને સરેરાશ 6400. આમ, મે-2022 સુધીમાં આ એવરેજ આવવા લાગી છે.
શું કહે છે કે મનોચિકિત્સક
મનોચિકિત્સક મુકુલ ચોકસી કહે છે કે કોરોના કાળમાં સ્ટ્રેસ, ડિપ્રેશનનું લેવલ ઉંચુ હતું. જેની અસર સેક્સ લાઇફ પર પણ પડી. આપણે જોઇએ તો આ સમયગાળઆમાં જન્મદર 15થી 17 ટકા ઘટ્યો છે, જે સામાન્ય ન જ કહી શકાય.