Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • કોલેજિયમ પર સરકારના વલણથી અમે ચિંતિત: જજોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટ
  • WORLD

કોલેજિયમ પર સરકારના વલણથી અમે ચિંતિત: જજોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટ

Real February 14, 2023
image
Spread the love

સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ બાદ લાંબા સમય પછી કેન્દ્ર સરકારે પાંચ જજોની નિમણૂકને મંજૂરી આપી હતી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, તે ન્યાયાધીશોની નિમણૂકને લઈને સરકારના વલણથી ચિંતિત છે. કોર્ટે કહ્યું કે જજોની નિમણૂક અને ટ્રાન્સફરને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવી રહેલું વલણ ચિંતાનું કારણ બની ગયું છે. જસ્ટિસ સંજય કિશન કૌલ, મનોજ મિશ્રા અને અરવિંદ કુમારની બેંચે એટર્ની જનરલ કેઆર વેંકટરામણીની અનુપલબ્ધતાને કારણે બે અરજીઓ પર સુનાવણી 2 માર્ચ સુધી મુલતવી રાખી હતી.

કોર્ટે કહ્યું કે, કેટલાક મામલા અંગે ચિંતા છે. બીજી તરફ અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, કેન્દ્ર ન્યાયાધીશોની બદલી અને નિમણૂકના મામલે ભેદભાવ કરે છે. અમે પણ આ અંગે ચિંતિત છીએ. બીજી તરફ કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલે એટર્ની જનરલની ગેરહાજરીને કારણે મામલો સ્થગિત કરવાની માંગ કરી હતી.

એડવોકેટ એસોસિએશન બેંગ્લુરુએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે, કેન્દ્ર કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા નામોને મંજૂરી આપવામાં બિનજરૂરી વિલંબ કરી રહ્યું છે. પ્રશાંત ભૂષણની દલીલ પર જસ્ટિસ કૌલે કહ્યું કે, આ મુદ્દો પહેલા પણ ઉઠાવવામાં આવ્યો છે. હું પણ કેટલાક મુદ્દાઓ અંગે ચિંતિત છું. જો કે મુદ્દાઓ ઘણા છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ બાદ લાંબા સમય પછી કેન્દ્ર સરકારે પાંચ જજોની નિમણૂકને મંજૂરી આપી હતી. આ પછી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પંકજ મિથલ, સંજય કરોલ, પીવી સંજય કુમાર, અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને મનોજ મિશ્રાની નિમણૂક કરવામાં આવી હતી. સોમવારે જસ્ટિસ રાજેશ બિંદલ અને અરવિંદ કુમારે પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જો કે, કોલેજિયમ અને કેન્દ્ર વચ્ચે હજુ પણ ખેંચતાણ ચાલુ છે

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: WPLની બધી જ ટીમનું એનાલિસિસ:જેમિમા-શેફાલીની દિલ્હીની ટીમ સૌથી વધુ પરફેક્ટ, RCB-MI ઓક્શન સ્ટ્રેટેજીમાં થોડી નિષ્ફળ ગઈ
Next: ‘મુમતાજ’: વેલેન્ટાઈન ડેના દિવસે જન્મેલ આ અભિનેત્રી જિંદગીભર પ્રેમ માટે જ તરસતી રહી

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.