
મદલ વિરુપક્ષપ્પા રાજ્યની માલિકી હેઠળની કર્ણાટક સાબુ અને ડિટર્જન્સ લિમિટેડ(KSDL)ના અધ્યક્ષ છે
તેમનો દીકરો બેંગ્લુરુ પાણી સપ્લાય અને સીવરેજ બોર્ડમાં ચીફ એકાઉન્ટન્ટ છે
એક દિવસ પહેલા લાંચ લેતા પકડાયેલા કર્ણાટક ભાજપના ધારાસભ્યના નૌકરશાહ દીકરાના ઘરે રેડ બાદ લગભગ 8 કરોડ રૂપિયાની રોકડ કબજે લેવાઇ છે. લોકાયુક્તની ભ્રષ્ટાચારવિરોધી શાખાએ ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના દીકરા પ્રશાંત મદલના ઘરે દરોડા પાડ્યા અને રોકડનો ખડકલો કબજે કરી લીધો હતો.
પિતા ભાજપના ધારાસભ્ય અને KSDLના ચેરમેન છે
મદલ વિરુપક્ષપ્પા રાજ્યની માલિકી હેઠળની કર્ણાટક સાબુ અને ડિટર્જન્ટ લિમિટેડ(KSDL)ના અધ્યક્ષ છે. તે પ્રસિદ્ધ મૈસુર સેન્ડલ સાબુ બનાવે છે. તેમનો દીકરો બેંગ્લુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ(BWSSB)માં ચીફ એકાઉન્ટન્ટ છે.