
અમદાવાદ, તા. 03 માર્ચ 2023 શુક્રવાર
હવામાનનું પરિવર્તન એટલે ઘણી બીમારીઓનું આવવુ, જે ગમે તેને પોતાની ચપેટમાં લઈ શકે છે. હવામાનનું પરિવર્તનમાં ખાસ કરીને ચોમાસાની વાપસી કે શિયાળાની ગરમીનું સંક્રમણ વાયરલ તાવને આમંત્રણ આપે છે. મોસમી તાવ સ્કુલો અને નર્સિંગ હોમ સહિત ભીડભાડ વાળા વિસ્તારોમાં ઝડપથી ફેલાય છે. જ્યારે એક સંક્રમિત વ્યક્તિ ખાંસી ખાય છે કે છીંકે છે ત્યારે વાયરસ હવામાં ફેલાઈ જાય છે અને આ એક મીટર સુધી ફેલાઈ શકે છે અને તે અન્યને પણ સંક્રમિત કરી શકે છે. વાયરસ દૂષિત હાથો દ્વારા પણ ફેલાય છે.
આ લોકોને હોય છે વાયરલ તાવનું વધુ જોખમ
ગર્ભવતી મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને ઈમ્યૂનોસપ્રેસિવ સ્થિતિઓ વાળા વ્યક્તિઓ (જેમ કે HIV/AIDS, કીમોથેરાપી અથવા સ્ટીરોઈડ મેળવવી) માં વાયરલ તાવનું જોખમ વધુ હોય છે. રોગીઓના સંપર્કમાં વધારે આવવાના કારણે આરોગ્ય કર્મચારીઓને ઈન્ફ્લૂએન્ઝા વાયરસ સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે અને તેનુ જોખમ ખાસકરીને કમજોર વ્યક્તિઓમાં ફેલાય છે.
વાયરલ ફીવરના લક્ષણ
માંસપેશીઓ અને સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, થાક, વહેતુ નાક અથવા ગળામાં ખારાશ, શરીરના તાપમાનમાં વૃદ્ધિ, વારંવાર ઠંડી લાગવી વાયરલ સંક્રમણના શરૂઆતી લક્ષણ છે. શરીરનું ઉચ્ચ તાપમાન, ખાંસી, ગળામાં ખારાશ, માંસપેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને થાકને અવગણવો જોઈએ નહીં.
વાયરલ ફીવરમાં શું કરવુ જોઈએ
ખૂબ આરામ કરો અને સૂઈ જાવ, હાઈડ્રેટેડ રહેવા માટે ખૂબ પીણા જેમ કે પાણી, સૂપ અને ફળોનો રસ પીવો, ચાર કલાકના અંતરે પોતાના તાવનો ચાર્ટ બનાવી રાખો, પોતાના તાવને ઓછો કરવા દવા લો, જેમ કે પેરાસિટામોલ પરંતુ કોઈ અન્ય દવા લીધા પહેલા હંમેશા પોતાના ડોક્ટર પાસે ચેક કરાવો.
છીંક કે ખાંસી સમયે પોતાના મોઢાને અને નાકને ઢાંકીને રાખો, હવામાં ભીનાશ રાખવા અને શ્વાસ લેવાનું સરળ બનાવવા માટે હ્યૂમિડિફાયરનો ઉપયોગ કરો, એક સંતુલિત આહારનું સેવન કરો જેમાં ફળ, શાકભાજી અને પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થ સામેલ હોય. જો તમારો તાવ ત્રણ દિવસથી વધારે સમય સુધી રહે છે કે તમને શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુખાવા જેવા ગંભીર લક્ષણ જોવા મળે છે તો ડોક્ટર પાસે સલાહ લો.
વાયરલ ફીવરમાં શું ન કરવુ
એન્ટીબાયોટિક્સનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ નહીં કેમ કે આ વાયરલ બીમારીઓમાં વધારે અસરકારક હોતી નથી. દારૂનું સેવન ન કરવુ જોઈએ તે બીમારીના લક્ષણોને વધારી શકે છે. ભારે કસરત કે કોઈ પણ વર્કઆઉટ કરવાથી બચવુ જોઈએ. ધૂમ્રપાન તમારા શ્વસન તંત્રને ખરાબ કરી શકે છે તેથી આનાથી બચવુ જોઈએ. ક્યારેય પણ અજાણ્યા વ્યક્તિઓને સામાન ન આપવો જોઈએ જેમાં ટુવાલ, વાસણ અને ચશ્મા સામેલ હોય.