Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરની દીવાલો પર મોદી વિરોધી નારા:બ્રિસ્બેનના લક્ષ્મી-નારાયણ મંદિરની ઘટના, આ પહેલાં પણ ઈન્ડિયન કોન્સ્યુલેટ પર હુમલો થયો હતો
  • WORLD

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરની દીવાલો પર મોદી વિરોધી નારા:બ્રિસ્બેનના લક્ષ્મી-નારાયણ મંદિરની ઘટના, આ પહેલાં પણ ઈન્ડિયન કોન્સ્યુલેટ પર હુમલો થયો હતો

Real March 4, 2023
kvvha1oy
Spread the love

બ્રિસ્બેનના લક્ષ્મી-નારાયણ મંદિરની તસવીર છે, જેમાં દીવાલો પર લખેલાં મોદીવિરોધી સૂત્રો જોવા મળ્યાં છે.

ઓસ્ટ્રેલિયામાં સતત મંદિરો પર હુમલાની ઘટના સામે આવી રહી છે. હવે બ્રિસ્બેનમાં શ્રી લક્ષ્મી-નારાયણ મંદિરમાં હુમલો થયો છે. ઓસ્ટ્રેલિયા ટુડેના રિપોર્ટ મુજબ, આ પ્રહાર ખાલિસ્તાન સમર્થકોએ કર્યો હતો. અહીં અજાણ્યા લોકોએ મંદિરની દીવાલો પર ભારતના પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રો લખ્યા હતા. આ પહેલાં 21 ફેબ્રુઆરીની રાત્રે બ્રિસ્બેનમાં ઈન્ડિયન કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો.

છેલ્લા 2 મહિનામાં મંદિર પર પ્રહારની આ ચોથી ઘટના છે. સૌથી પહેલા 12 જાન્યુઆરીએ મેલબર્નમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારત વિરુદ્ધ નારા લખવામાં આવ્યા હતા. ત્યાર બાદ 18 જાન્યુઆરીએ મેલબર્નમાં શિવ મંદિરમાં તોડફોડ કરી હતી. 23 જાન્યુઆરીએ મેલબર્નમાં આવેલા ઈસ્કોન મંદિરમાં પણ ભારતવિરોધી નારા લખવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા ટુડે વેબસાઈટ પરથી લેવામાં આવેલો ફોટો, જેમાં મંદિરની બાઉન્ડરી વોલ પર નારા લખેલા જોવા મળે છે.

ખાલિસ્તાની ઝંડો કોન્સ્યુલેટમાં ફેંક્યો હતો
રિપોર્ટ મુજબ, 21 ફેબ્રુઆરીની રાત્રે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ કોન્સ્યુલેટ પર હુમલો કર્યો અને અહીં ખાલિસ્તાની ઝંડો ફેંક્યા હતો. 22 ફેબ્રુઆરીની સવારે જ્યારે કાઉન્સિલ અર્ચનાસિંહ જ્યારે અહીં પહોંચ્યાં તો તેમણે ઝંડો જોયો હતો. અર્ચનાએ તરત જ આ મામલે ક્વિસલેન્ડ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઝંડો જપ્ત કર્યો હતો.

બ્રિસ્બેનમાં ભારતીય કોન્સ્યુલેટ સ્વાન રોડ પર આવેલું છે. આ વિસ્તાર બ્રિસ્બેનનો સબઅર્બન છે.

હિન્દુઓને સતર્ક રહેવાની જરૂર
ઓસ્ટ્રેલિયા એસોસિયેશન ઓફ આયુર્વેદના અધ્યક્ષ ડો. નવીન શુક્લાએ જણાવ્યું હતું કે મેલબર્નમાં બનેલી ઘટનાઓ દર્શાવે છે કે હિન્દુ સમુદાયે સતર્ક રહેવાની જરૂર છે. મેલબર્નમાં જે થઈ રહ્યું છે એને કારણે કેનેડા અને અમેરિકા જેવી હાલત અહીં પણ થઈ શકે છે. માટે સરકારે પણ સુરક્ષા બાબતે વધુ ધ્યાન આપવું પડશે.

સમુદાયમાં સક્રિય ભારતીય મૂળના બલજિંદર સિંહ કહે છે કે આવી ઘટનાઓથી ભારતથી અહીં આવીને વસેલા અને અભ્યાસ કરતા લોકો પર અસર થશે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા લોકો ખરેખરમાં અહીં રહેતા લોકો અને ભવિષ્યમાં આવનારા ભારતીય લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ ત્રીજો સૌથી મોટો ધર્મ
ખરેખર ઓસ્ટ્રેલિયામાં હિન્દુ ત્રીજો સૌથી મોટો ધર્મ છે. 2021ની વસતિ ગણતરી મુજબ ઓસ્ટ્રેલિયામાં 6.84 લાખ હિન્દુ રહે છે. આ ત્યાંની વસતિના 2.7% છે. જ્યારે શીખોની સંખ્યા લગભગ 2.09 લાખ છે, જે કુલ વસતિના 0.8% છે.

સૌથી મોટી વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા 34% હિન્દુઓની ઉંમર 14 વર્ષ છે અને 66% હિન્દુઓની ઉંમર 34 વર્ષ છે. આટલું જ નહીં, જુલાઈ 2022ના ડેટા અનુસાર, ઓસ્ટ્રેલિયામાં ભારતમાં 96 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમાં ચીન પછી બીજા નંબરના વિદેશી વિદ્યાર્થીઓ છે.

Continue Reading

Previous: રાજકોટના મની ટ્રાન્સફરના ધંધાર્થીએ સુરતના ધંધાર્થીના રૂ.10 લાખ ચાઉં કર્યા
Next: કાશ્મીર ભારતનું હતું, છે અને રહેશે જ….:UNHRCમાં PAKને ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું- માનવાધિકારો ઉપર તમારી વાતો મજાક છે

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.