
IMD અનુસાર, 6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના
પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થઈ શકે છે અસર
ભારતીય હવામાન વિભાગે ગઈકાલે ચક્રવાતી વાવાઝોડાને લઈને એક નવું અપડેટ આપ્યું છે. IMD એ જણાવ્યું છે કે, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે અને તેના પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની શક્યતા છે. વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું મે મહિનામાં આવવાની આગાહી કરવામાં આવી છે.
વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું મે મહિનામાં આવવાની આગાહી
IMD અનુસાર, 6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના છે. આ અંગે IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, ‘ઘણી સિસ્ટમોએ આ ચક્રવાત વિશેની આગાહી કરી છે. તેમજ અમે તેના પર સતત નજર રાખી રહ્યા છીએ અને આ બાબતે અપડેટ્સ થશે તેમ તેમ જાણવામાં આવશે.’ આગાહી પછી, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને આ આફત સામે તૈયાર રહેવા જણાવ્યું છે.
પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થઈ શકે છે અસર
આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મે ના બીજા સપ્તાહમાં ચક્રવાતી વાવાઝોડાની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી શક્યતા છે.