Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • આર્થિક સંકડામણે પરિવાર વિખેર્યો:વડોદરામાં માતાએ બે દીકરીને ઝેરી દવા પીવડાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી, પોતે પણ ફાંસો ખાધો, મોટી પુત્રીને એર હોસ્ટેસ બનવું હતું
  • GUJARAT

આર્થિક સંકડામણે પરિવાર વિખેર્યો:વડોદરામાં માતાએ બે દીકરીને ઝેરી દવા પીવડાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી, પોતે પણ ફાંસો ખાધો, મોટી પુત્રીને એર હોસ્ટેસ બનવું હતું

Real July 11, 2023
mkjgrx38
Spread the love

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતાં દક્ષાબેન ચૌહાણે પોતાની બે દીકરીને ઝેરી દવા પીવડાવી અને તેમનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સનસનાટી મચી ગઈ છે. આપઘાતનો પ્રયાસ કરતાં બચાવી લેવામાં આવેલી મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં પોલીસને સુસાઇડ નોટ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટના પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું કહેવાય છે. મોટી દીકરીને એર હોસ્ટેસ બનવું હતું, જ્યારે માતા દક્ષાબેન SSG હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે.

માતા દક્ષાબેન SSG હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ.
માતા દક્ષાબેન SSG હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ.
બન્ને દીકરીની હત્યા કર્યા પછી માતા પંખે લટકી હતી.
બન્ને દીકરીની હત્યા કર્યા પછી માતા પંખે લટકી હતી.

મોટી દીકરી કોલેજમાં અને નાની ધો.9માં ભણતી
માતાના હાથે મોતને ઘાટ ઉતારાયેલી બે દીકરી પૈકી મોટી દીકરી હની ટી.વાય. બીકોમમાં અભ્યાસ કરતી હતી, જ્યારે નાની દીકરી શાલિની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. બંને દીકરીના હાથ-પગ બાંધી ઝેરી દવા પીવડાવી હતી, પરંતુ, દીકરીઓ ન મરતાં તેમનાં ગળાં દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. એ બાદ માતાએ ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

દક્ષાબેન અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં.
દક્ષાબેન અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં.

દક્ષાબેન સાથે અન્ય વ્યક્તિ પણ હોવાની શંકા
મળેલી માહિતી પ્રમાણે, બે દીકરીને મોતને ઘાટ ઉતારવામાં માતા દક્ષાબેન ચૌહાણ સાથે અન્ય વ્યક્તિ પણ હોવાની શક્યતાને નકારી શકાય એમ નથી. બી. 66 અક્ષતા કો. હાઉસિંગ સોસાયટીમાં ત્રણ મજલા મકાનના બીજા માળે 20 દિવસ પહેલાં દક્ષાબેન તેમની બે દીકરી સાથે ભાડે રહેવા માટે આવ્યાં હતાં.

ઘરની અંદર બધું વેરવિખેર જોવા મળ્યું.
ઘરની અંદર બધું વેરવિખેર જોવા મળ્યું.

પડોશીએ ફાંસા પરથી ઉતારી દક્ષાબેનને બે તમાચા ઝીંક્યા
મળેલી માહિતી મુજબ, વહેલી સવારે 6 વાગ્યાના સુમારે દક્ષાબેનના ઉપરના માળે ભાડે રહેતી એક છોકરીએ એક યુવાનને દક્ષાબેનના ઘરમાંથી નીકળતા જોયો હતો. તેમણે ચોર સમજી બુમરાણ મચાવી હતી. દરમિયાન યુવતી દક્ષાબેનના ઘરમાં તપાસ કરવા જતાં તેણે દક્ષાબેનને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં તેમને ઉતારી બે લાફા પણ ઝીંકી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.

દક્ષાબેનની ફોઇની દીકરી બહેન નીલમ મકવાણા અમદાવાદથી દોડી આવી.
દક્ષાબેનની ફોઇની દીકરી બહેન નીલમ મકવાણા અમદાવાદથી દોડી આવી.

દક્ષાબેને છેલ્લો ફોન ફોઈની દીકરીને કર્યો હતો
દક્ષાબેને છેલ્લો ફોન ફોઈની દીકરી નીલમ મકવાણાને કર્યો હતો. આજે ઘટનાની જાણ થતાં નીલમ અમદાવાદથી વડોદરા દોડી આવી હતી. તેમણે જણાવ્યું હતું કે દક્ષાબેને મને રાતે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, શું કરે છે, આથી મેં કહ્યું, ટાઇમ જો કેટલા વાગ્યા છે, શું કરતી હોઇશ. આથી દક્ષાબેને કહ્યું હતું કે મોબાઈલમાં ટાઇમ સેટ નથી એટલે ખબર નથી કેટલા વાગ્યા. નીલમે કહ્યું, રાતના ત્રણ વાગ્યા છે, આથી દક્ષાબેને કહ્યું, ઠીક છે તો સૂઇ જા. દક્ષાબેનના 15 વર્ષ પહેલાં ડિવોર્સ થઈ ગયા હતા. વિરમગામમાં સાસરું હતું. હજી થોડા સમય સુધી તો મારા મામા એટલે કે દક્ષાબેનના પિતા ભેગી જ રહેતી હતી, આથી તેને ચિંતા થતી હતી કે મારું કોણ? થોડા સમયથી જ જુદા પડીને ભાડાના મકાનમાં રહેવા ગઈ હતી.

DCP પન્નાબેન મોમાયા સ્થળ પર દોડી આવ્યાં
દરમિયાન ઘરમાં બે લાશ જોતાં યુવતીએ સોસાયટીના અન્ય લોકોને જાણ કરતાં લોકો દોડી આવ્યા હતા. બાદમાં દક્ષાબેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. એ સાથે આ બનાવની જાણ કારેલીબાગ પોલીસને કરવામાં આવતાં કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, સાથે DCP પન્નાબેન મોમાયા સ્થળ પર દોડી આવ્યાં હતાં.

DCP પન્નાબેન મોમાયા.
DCP પન્નાબેન મોમાયા.

દક્ષાબેન 20 દિવસ પહેલાં ભાડે રહેવા આવ્યાં હતાં
DCPએ જણાવ્યું હતું કે 20 દિવસ પહેલાં ભાડેથી રહેવા આવેલાં દક્ષાબેને પોતાની બે દીકરી હની અને શાલિનીને ઝેર આપ્યા બાદ ગળેટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. FSLની મદદ લેવામાં આવી છે. સ્થળ પરથી ઝેરી દવાની બોટલ મળી આવી છે.

Continue Reading

Previous: ઈસરોએ કહ્યું, ‘આ ડિઝાઇન મુજબ એક વસ્તુ બનાવી આપો’:40 વર્ષ પહેલાં 2 સુરતીઓને સૂઝેલા વિચારની ચંદ્રયાન-3માં જરૂર પડી, લોન્ચિંગથી લેન્ડિંગ સુધી આ પાર્ટ્સ કામ લાગશે
Next: ABVPનો રાત્રે વિરોધ:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધા ન અપાતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ ગેટ પર ઝંડા ફરકાવી પ્રદર્શન કર્યું

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.