Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • સમય બગાડતી સવારી / વડોદરા નજીક એસ.ટી બસનું ફાસ્ટટેગ સ્કેન ન થતા મુસાફરો ભારે સલવાયા, પોણો કલાક સમય વેડફાયો
  • GUJARAT

સમય બગાડતી સવારી / વડોદરા નજીક એસ.ટી બસનું ફાસ્ટટેગ સ્કેન ન થતા મુસાફરો ભારે સલવાયા, પોણો કલાક સમય વેડફાયો

Real October 6, 2021
gujrat st bus
Spread the love

માતર થી વડોદરા રૂટ પર દોડતી એસ.ટી બસના બે-બે ફાસ્ટટેગ બગડી જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફાસ્ટટેગ સ્કેન ન થતા એસ.ટી.બસ વાસદ ટોલનાકાથી આગળ નહોતી જઈ શકી.જેથી ટોલનાકાની વચોવચ બસ બ્રેકડાઉન થઇ જતા મુસાફરો અટવાઈ ગયા હતા.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, માતર થી વડોદરાના રૂટ પર દોડતી એસ.ટી બસ મુસાફરોને લઈને વાયા નડિયાદ થી વડોદરા તરફ આવી રહી હતી. દરમિયાન વાસદ ટોલનાકા પાસે તેનો ફાસ્ટટેગ સ્કેન ન થતા બસ ટોલનાકાની વચોવચ રોકાઈ ગઈ હતી. એસ.ટી બસના કન્ડકટરે મુસાફરને જણાવ્યું કે, એસ.ટી બસના લોકલ રૂટ પર ચાલતી બસના ફસ્ટટેગ બેન્કના કોન્ટ્રેક્ટ પર ચાલતા હોય છે. અને તેમાં અનેકવાર ફાસ્ટટેગને લઈને ઈશ્યુ આવતો હોય છે.

વધુમાં મુસાફરને જણાવ્યું કે, આ બસ સવારે તેના રૂટ પર નીકળી ત્યારે તેનું ફાસ્ટટેગ પહેલાથી બગડેલું હતું. જેના કારણે બસના કન્ડકટરે તેની પાસે એક અલગથી ફાસ્ટટેગ રાખ્યું હતું. પરંતુ બસ વાસદ ટોલનાકા પર આવતા તે બીજું ફાસ્ટટેગ પણ સ્કેન ન હતું થઇ શક્યું. જેથી બસ ટોલનાકાની વચોવચ અટવાઈ ગઈ હતી. સરકારના નિયમ અનુસાર કોઈ પણ વાહન ઉપર ફાસ્ટટેગ ન હોય તો ટોલનાકા પરથી પસાર થવા તેને રૂટના ડબલ પૈસા ચૂકવવા પડતા હોય છે. આથી એસ.ટી બસના ડ્રાઈવર સહીત કન્ડકટરે તે પૈસા પોતાના ખિસ્સામાંથી ચૂકવવા ન પડે તે કારણોસર બસને ટોલનાકા પરથી પાછી વાળી લીધી હતી.

બસના મુસાફરોને અડધોથી પોણો કલાક સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક લોકોને તેમના વતન જવા ટ્રેન પકડવાની હતી તથા બીજાને ઘરે પરત જવાનું હતું. અને ઘણા લોકોને તેમના અંગત કામ માટે મોડું થઇ ગયું હતું. તેને ધ્યાનમાં રાખી ડ્રાઈવર સહીત કન્ડકટરે વડોદરાના રૂટ પર આવતી બીજી એસ.ટી બસોમાં મુસાફરોને શિફ્ટ કર્યા હતા અને બધા પાસે હાલાકીના બદલ માફી માંગી હતી. કન્ડક્ટરે મુસાફરને જણાવ્યું કે, અમારી જવાબદારી બને છે કે અમારી બસના મુસાફરો સહીસલામત તેમના સ્થળ સુધી પહોંચવા જોઈએ. આ કાર્ય અમારી સેવાના ભાગ રૂપે આવે છે. અમે પુરી નિષ્ઠાથી અમારી નોકરી કરતા રહીશુ અને મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશુ.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં દારૂની સાથે ડાન્સ પાર્ટી સ્પામાં કામ કરતી 6 યુવતીઓ સહિત 25 ઝડપાયા,અવધ સાંગ્રીલામાં રંગમાં પોલીસે ભંગ પાડ્યો
Next: UPમાં ગાયને બચાવવામાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; બસના ફુરચા ઊડી ગયા; 9નાં મોત, 27 ઈજાગ્રસ્ત

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.