
કોલકાતા એરપોર્ટ પરથી મોટા પાયે રેડિઓએક્ટિવ પદાર્થ મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.
અહેવાલ પ્રમાણે સીઆઈડી દ્વારા બે વ્યક્તિો પાસેથી 250 ગ્રામ કેલિફોર્નિયમ જપ્ત કરવામાં આવ્યુ છે અને તેની કિંમત 4250 કરોડ રૂપિયા હોવાનુ કહેવાઈ રહ્યુ છે. આરોપીઓ સૈલાન કર્માકર અને અસિત ઘોષ હુગલીના રહેવાસી છે.
કેલિફોર્નિયમનો ઉપયોગ મેટલ ડિટેક્ટર બનાવવામાં કરાય છે. આ સિવાય સોના અને ચાંદીની ખાણોમાં પણ તેનો ઉપયોગ કરામાં આવે છે. ન્યુક્લિયર રિએક્ટર સ્ટાર્ટ કરવા માટે પણ આ પદાર્થ મદદ કરે છે.
કેલિફોર્નિયમ કુદરતી રીતે નથી મળતુ. તેને સૌથી પહેલા 1950માં અમેરિકાની એક લેબોરેટરીમાં બનાવવામાં આવ્યુ હતુ. ચાંદીના રંગની આ ધાતુ 900 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પર ઓગળે છે. તે એટલી મુલાયમ હોય છે કે તેને બ્લેડ વડે કાપી પણ શકાય છે. રૂમ ટ્રેમ્પરેચર પર તે સખત રહેતી હોય છે. કેલિફોર્નિયમના તમામ આઈસોટોપ્સ પણ રેડિઓએક્ટિવ હોય છે. સૌથી સ્થિર આઈસોટોપ સીએફ-251નુ આયુષ્ય 800 વર્ષનુ હોય છે.
કેલિફોર્નિયમ માણસના શરીરમાં ઝેરીલા ભોજન અથવા ડ્રિન્ક થકી પ્રવેશી શકે છે. આ સિવાય રેડિઓએક્ટિવ હવામાં શ્વાસ લેવાથી તેના પાર્ટિકલ્સ શરીરમાં જઈ શકે છે. શરીરમાં ગયા બાદ તેનો મોટાભાગનો હિસ્સો હાડપિંજરમાં અને લિવરમાં જમા થાય છે. શરીરના ટિશ્યૂઝને આ ધાતનુ રેડિએશન નુકસાન કરી શકે છે.