
સુરત;
દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શરુ થઇ છે. રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટે ઇન્નાર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટ તરફથી રેન બસેરામાં રહેતા લોકો સાથે ધ્વજવંદન અને સ્લમ વિસ્તારના ગરીબ બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.
ઉમરવાડા ખાતે આવેલ રેન બસેરામાં રહેતા નિરાધાર લોકોને રાષ્ટ્રીય પર્વ પળેની ઉજવણીમાં સામેલ કરવા ઇન્નાર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટની બહેનોએ સ્વતંત્ર દિને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં બાળકો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. તેમજ બાળકોએ ઉત્સાહથી ફિલ્મના ગીતો પર ડાન્સ રજુ કર્યો હતો. આ કાર્યક્રમમાં નારી ઉન્નતી મહિલા મંડળના માયાબેન માવાણી સહિતના મહાનુભાવો અને ઇન્નર વ્હીલ ક્લબ ના સભ્યો હાજર રહ્યા હતા.
ક્લબના પ્રેસિડેન્ટ જયશ્રી ભાલાળાએ જણાવ્યું હતું કે જેઓને રહેવા ઘર નથી. તેવા લોકો સુરત મનપા તરફથી તૈયાર કરેલ રેન બસેરામાં રહે છે. આવા સામાન્ય લોકોને રાષ્ટ્રીય પળની ઉજવણીમાં સામેલ કરવા ધ્વજ વંદન કાર્યક્રમ ઉપરાંત ૭૫ લોકને શાલ, ટીફીન તથા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.