
સુરતમાં નેશનલ હાઈવે પર એક દારૂડિયાએ ધમાલ મચાવી હતી. યુવકે નશામાં ધુત થઈને લોકોની કાર પર ચડી જતો હતો. જો કે આખરે લોકોએ તેને મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સુરતના નેશનલ હાઈવે પર એક દારૂડિયાએ નશામાં ધુત થઈને ધમાલ મચાવી હતી. નશામાં ધુત યુવક હાઈવે પર ઉભો રહીને લોકોના વાહન રોકાવતો હતો અને બાદમાં કાર પર ચડી ધમાલ કર્યો હતો. એટલું જ નહી કેટલીક કારને નુકસાન પણ પહોચાડ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે યુવક કાર પર ચડી જાય છે અને બાદમાં કારના કાચ તેમજ વાઈપર તોડવાની કોશિશ કરે છે. જો કે યુવકના ત્રાસના કારણે ત્યાં ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. અને આખરે લોકોએ તેને મેથીપાક આપી પોલીસના હવાલે કરી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.