
સુરતના વડા ચૌટા ભાઈસાજીની પોળમાં ગેરકાયદેસર રીતે પાંચ માળની ઇમારત ઊભી કરી દેવામાં આવી હતી. જૂના કોટ વિસ્તારનો સમગ્ર ભાગ અશાંત ધારા હેઠળ આવે છે. અહીંના મુસ્લિમ બિરાદરે હિન્દુ પાસેથી જમીન લઈને પાંચ માળની ઇમારત ઊભી કરી દીધી હતી. જેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને બનાવ્યા હતાં. વડા ચૌટા જૈન સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી લડત લડ્યા બાદ આજે આખરે ડિમોલેશનની કામગીરી શરૂ કરવાની ફરજ કોર્પોરેશનને પડી હતી.ચુસ્ત બંદોબસ્ત સાથે હાલ કામગીરી હાથ ધરવામાં આવી હતી
અશાંત ધારા અંતર્ગત હિન્દુની કોઈપણ મિલકત મુસ્લિમ ખરીદે અથવા તો મુસ્લિમ ની કોઈપણ મિલકત હિન્દુ ખરીદે તો જિલ્લા કલેક્ટર પાસે તબદીલી હુકમ લાવવાનો રહે છે. મુસ્લિમ બિલ્ડર દ્વારા કલેક્ટર પાસે તબદીલી હુકમ માટે અરજી તો કરાઈ હતી પરંતુ તેનો હુકમ આવે તે પહેલાં 2018માં પાંચ માળની ગેરકાયદેસર ઈમારત ઊભી કરી દીધી હતી. એટલું જ નહીં જૈન સંઘ નીચે જમીન હતી તેના ઉપર પણ તેને ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું.
વડા ચૌટા જૈન સંઘ દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓ ઝડપથી આ બાબતે કામગીરી કરતા ન હતા, અને ખોટા ખોટા બહાના બતાવીને કામને ખોરંભે ચડ્યું હતું. સુરત કોર્પોરેશનના શહેરી વિભાગના અધિકારીઓ એટલા ભ્રષ્ટ છે કે, તેઓ સામાન્ય વ્યક્તિએ કરેલી અરજીનો કોઈ પણ પ્રકારે ગંભીરતાથી ઉકેલ લાવવામાં રસ દાખવતા નથી. વડા ચૌટા જૈન સંઘ દ્વારા આખરે હાઇકોર્ટમાં સમગ્ર મામલાને લઈને જઈને રજૂઆત કરતાં કોર્ટે આદેશ કર્યો હતો.
હાઈકોર્ટે કોર્પોરેશનને પૂછ્યું હતું કે, કેમ આ બિલ્ડિંગ ઉતારી પાડવામાં વિલંબ થઇ રહ્યો છે. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ જવાબ આપ્યો કે, અમને પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાથી કામ પૂર્ણ થયું નથી. ત્યાર બાદ હાઇકોર્ટે પોલીસને બોલાતા પોલીસે કહ્યું કે, કોર્પોરેશન જ્યારે પણ માંગે ત્યારે અમે પૂર્ણ બંદોબસ્ત આપવા માટે તૈયાર છીએ.જેથી આજ સવારથી જ ગેરકાયદેસર ઈમારત ઉપર હથોડા ઝીંકવાનું શરૂ થયું હતું. જે દબાણ કરવામાં આવ્યું હતું.